ગુજરાતમાં આવેલ સુરત શહેર ડાયમંડ ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત તો છે જ પ્ન્રતું આની સાથે જ સમગ્ર દેશમાં સુરત જ એકમાત્ર એવું શહેર છે કે, જે તાપી નદીનાં પ્રદુષિત પાણીમાંથી દર વર્ષે અંદાજે 140 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આની સાથે જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા હવે કચરાને બાળીને તેમજ સોલાર પ્લાન્ટ મારફતે વીજળી જનરેટ કરનાર છે. જેમાં પાલિકાની સાથે વર્ષ 2018માં કરવામાં આવેલ MOU મુજબ કુલ 750 ટન કચરો બાળીને પ્રતિદિન કુલ 14.5 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.
બુધવારે NTPC કવાસ ખાતે પ્લાન્ટના જનરલ મેનેજર દેવબ્રત પોલએ કહ્યું હતું કે, પાલિકાની પાસેથી દરરોજનો કુલ 750 ટન સૂકો કચરો લઈ તેને હાઈ ટેમ્પરેચર પર બાળીને તેમાંથી નીકળતાં CO2માંથી પાવર બનાવવામાં આવશે. જે પ્રતિદિન લગભગ 14.5 મેગાવોટ ઉત્પાદિત થશે. જેને સુરતમાં સપ્લાય કરવામાં આવશે. જો કે, વીજળી થોડી મોંઘી બનશે. પ્રતિદિન કુલ 2,000 ટન કચરો શહેરમાંથી નીકળે છે. હાલમાં આ પ્રોજેક્ટનું કામ ટેન્ડરીંગ અંતર્ગત છે. આ પ્રોજેક્ટની કોસ્ટ કુલ 200 કરોડ રૂપિયા રહેલી છે. આની સાથે જ 1 મેગાવોટના ફ્લોટીંગ સોલાર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે જેને એક્સપાન્ડ કરી કુલ 56 મેગાવોટ વીજળી ઉત્પાદન નવેમ્બર વર્ષ 2021 સુધીમાં કરવામાં આવશે. જેનો ખર્ચ અંદાજે 240 કરોડ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ નવેમ્બર વર્ષ 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. કુલ 14.5 મેગાવોટથી 13,000 ઘર ચાલે છે.
ખજોદ સાઇટ ક્લીયર થશે, કચરાના પહાડ નહીં બને:
સોલિડ વેસ્ટ મેનેજર ઇ.એચ.પઠાણે જણાવ્યું હતું કે, પાલિકા સૂકા કચરામાંથી નિકળતો RDF એટલે કે RTPC ને આપવામાં આવશે. જેથી બળતણ તરીકે ઉપયોગમાં લઈને વિજળી બનાવવાનો પ્લાન્ટ નાખશે. આ પ્લાન્ટ સુધી લાવવા માટેનો ખર્ચ પણ NTPC જ ભોગવશે.
દરરોજ કુલ 750 મેટ્રીક ટન આરડીએફને ભઠ્ઠીમાં બાળીને તેની ગરમીને વિજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ નિર્ણયથી ખજોદ ખાતેની ડિસ્પોઝલ સાઇટને ક્લીયર કરવાની કામગીરીમાં પણ મદદ મળી રહેશે.
ગેસ બેઇઝ્ડ વીજળીનું કોસ્ટિંગ કચરાની વીજળી કરતા સસ્તુ:
NTPC હાલમાં જે ગેસ બેઈઝ્ડ વીજળી બનાવી રહ્યાં છે. તે પ્રતિ યુનિટ કુલ 3.50 રૂપિયા સુધીમાં તૈયાર થાય છે. જેની કેપિસિટી કુલ 3.20 લાખ મેગાવોટ સ્ટોરેજની છે. જો કે, તેની સામે માંગ માત્ર 50% જ છે. હાલમાં પ્લાન્ટ કુલ 22% ક્ષમતાએ કાર્યરત છે.
જેની પાછળનું મુખ્ય કારણ ઘરેલુ ગેસની શોર્ટેજ તથા ગેસના દરમાં છેલ્લાં વર્ષમાં કરવામાં આવેલ જવાબદાર છે. વર્ષ 2032 સુધીમાં કુલ 1.30 લાખ મેગાવોટ વીજળી ઉત્પાદનનો લક્ષ્ય રહેલો છે. કવાસ NTPC દ્વારા વર્ષ 2019-’20 દરમિયાન કુલ 1,382 મિલિયન વોટ વીજળીનું જનરેશન કરવામાં આવ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle