ચોરની કળા જોઈ સુરતીઓ થયા આશ્વર્યચકિત! જુઓ કેવી રીતે શરુ ટેમ્પામાંથી કરી કાપડની ચોરી

સુરત(Surat): શહેરમાં ધોળા દિવસે જગ જાહેર રસ્તા પર શરુ વાહન દરમિયાન ચોર(Thief) દ્વારા અનોખી જ ચોરી કરવામાં આવી. ચોર જાણે ચોરીની અનોખી કળા ક્યાય શીખીને આવ્યો…

સુરત(Surat): શહેરમાં ધોળા દિવસે જગ જાહેર રસ્તા પર શરુ વાહન દરમિયાન ચોર(Thief) દ્વારા અનોખી જ ચોરી કરવામાં આવી. ચોર જાણે ચોરીની અનોખી કળા ક્યાય શીખીને આવ્યો હોય તેવું આ ચોરી પરથી લાગી રહ્યું છે. હાલમાં એક રસ્તા પર શરુ ટેમ્પામાંથી ચોરી કરતો વિડીયો(Viral video) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એક શખ્સ ચાલુ ટેમ્પામાંથી કાપડ ચોરી કરતો આ વિડીયોમાં કેદ થઇ ગયો છે. શહેરના અંજના ફાર્મ, યમુના નગર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ચોરીની ઘટનાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી છે.

ભર બજારમાં બેખોફ બની કાપડની ચોરી કરી રહેલા ચોર ઈસમને પોલીસનો જરા પર ડર નથી રહ્યો તેવું આ વિડીયો પરથી જોતા લાગી રહ્યું છે. ચોર કાપડના તાકાની ચોરી કરી રહ્યો છે, અંતે કાપડ હાથ લાગ્યા બાદ ચાલુ ટેમ્પામાંથી ઉતરી જાય છે અને ચાલ્યો જાય છે.

આ પ્રકારનો કિસ્સો સુરતમાં પહેલી વાર પણ બની ચુક્યો છે. આવી ચોરી થવાને કારણે હવે ચોરી કરનારને ખાખી વર્દીનો ડર રહ્યો નથી. હાલમાં આ ચોરીનો વિડીયો વાયરલ થતા લોકો પણ વિડીયો જોઇને ચોંકી ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *