ગુજરાતમાં વધુ એક સાયકલ કૌભાંડ: વિદ્યાર્થિનીઓની સાયકલ દુકાનદારોને કેમ અપાઇ? જાણો વિગત

Cycle Scam: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2023ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને (Cycle Scam) આપવામાં આવી નથી, પરંતુ આ સાયકલો ખાનગી દુકાનમાં જોવા મળી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક સવાલો ઉઠાવ્યા છે.

લ્યો હજુ એક કૌભાંડ આવ્યું સામે
આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણી આસપાસ આપણે અનેક કૌભાંડ જોતા જ હશું. રોજ માટે કોઈને કોઈ કૌભાંડ સામે આવતા જ હશે ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લામાં સાયકલ વિતરણમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. હજારોની સંખ્યામાં સાયકલો વિતરણ વગર જ પડી રહી છે અને કેટલીક સાયકલો તો ભંગાર બની ચૂકી છે. આ સાથે જ, ગુજરાતમાં ભંગાર સાયકલો પધરાવવા માટે એજન્સીઓ સક્રિય થઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

આ દ્રશ્ય જોતા અનેક સવાલો ઉભા થયા
આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે, શું સાયકલ વિતરણમાં કોઈ મોટું કૌભાંડ થયું છે ? શા માટે સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી નથી ? ખાનગી દુકાનોમાં સાયકલો ક્યાંથી આવી ? ભંગાર બની ચૂકેલી સાયકલોનું શું થશે ? આ મામલે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ, વિદ્યાર્થીઓને મળવા પાત્ર સાયકલોનું વિતરણ પણ યોગ્ય સમયસર કરવું જોઈએ.

વિદ્યાર્થીઓના વાલીએ કર્યા અનેક આક્ષેપો
2023ની ગ્રાન્ટની સાઇકલો હજુ સુધી આપવામાં આવી નથી. સાબરકાંઠા જિલ્લામાં સાયકલોનું વિતરણ ન થતા વિદ્યાર્થીના વાલીઓએ અનેક આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વાલીઓને સાયકલ તૈયાર કરાવી ઘરે લઈ જવાનું કહેવાયું હતું પરંતુ સાઈકલ ભંગાર બની ચુકી છે. એવામાં કોઈ ખાનગી દુકાન પાસે શાળા પ્રવેશોત્સવની સાઈકલ જોવા મળતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.