Fatepura Accident: ગુજરાત રાજ્યમાં હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે. તેવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં દાહોદના ફતેહપુરા તાલુકાના લખણપુર(Fatepura Accident) ગામનો યુવક ગામમાં ઘંટી ઉપર અનાજ દળાવવા મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો.તેવા સમયે ઝાલોદ થી સંતરામપુર તરફ જતી અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને ટક્કર મારતા યુવક દૂર સુધી ફંગોળાયો હતો,જે બાદ તે યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર લખણપુરના તળ ગામ ખાતે રહેતા રાકેશભાઈ શનિવાર સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ગામમાં ઘંટી ઉપર અનાજ દળાવવા મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા.અને લખણપુર બસ સ્ટેશન પાસે હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકએ બાઈક ચાલકને ટક્કર મારી હતી,રાકેશભાઈ ચારેલની મોટરસાયકલને ટક્કર મારતા રાકેશભાઈ મોટરસાયકલ ઉપરથી ઉછળી હાઇવે માર્ગ ઉપર પડ્યા હતા.જેમાં રાકેશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું.
ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થયા
અકસ્માતમાં બાઇક પરથી રોડ પર પટકાયેલા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જે બનાવના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.તેમજ ઘટનાના પગલે પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો.મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.ત્યારે ઘરના સ્વજનનું મોત નીપજતાં પરિવારમાં રોકકળ સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.
વાહનચાલકની શોધખોળ હાથ ધરી
અકસ્માત સંદર્ભે સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુન્હો દાખલ કરી લાશના પંચનામાં બાદ લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી છે.તેમજ અકસ્માત સર્જી મોત નીપજાવી પોતાના કબજા ફોર વ્હીલર ગાડીને લઈ ભાગી છૂટનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube