ભૂપેન્દ્ર સરકાર નાગરિકોની વર્ષો જૂની સમસ્યાનો લાવી અંત- મહેસૂલી પ્રક્રિયા અંગે લીધો ક્રાંતિકારી નિર્ણય

ગુજરાત(Gujarat): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સનો આગવા અભિગમ દ્વારા ખેડૂતોને મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવામાં…

ગુજરાત(Gujarat): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સનો આગવા અભિગમ દ્વારા ખેડૂતોને મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવામાં ઘણી મદદ કરી છે. હવે ખેડૂતોની જમીનની નવી-જૂની શરતના પ્રશ્ન જિલ્લા કક્ષાએ જ ઉકેલાશે. મહેસૂલ વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શિતા રહેશે. આટલું જ નહીં પરંતુ જુના પુરાણા- વર્ષો જુના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ(Revenue laws)નું નિવારણ લાવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા અંગે જનહિતમાં મહત્વના નિર્ણયો લીધા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીની આગેવાની હેઠળની વર્તમાન રાજ્ય સરકારે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે સી.એલ. મીના કમિટીના અહેવાલને લઈને મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયને મહદઅંશે સ્વીકારી લીધો છે.

PM મોદી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી ગુડ-ગવર્નન્સ-સુસાશનની આગવી પરિપાટીને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવી રહેલા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ પહેલા પણ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ લાવવા માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. ત્યારે હવે પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને અલગ અલગ અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ મુશ્કેલીઓ થતી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતાની સાથે જ તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબત અંગેનું સુચારૂ નિરાકરણ લાવવા માટે મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતાં. જેનાપરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગ દ્વારા આવા નાબૂદ થયેલા 24 જેટલા કાયદાઓની બાબતમાં પહેલા પણ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ અંગેની વિગતવાર માહિતી મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *