શું તમે પણ કોરોના વેક્સીન લીધા બાદ રસીનું સર્ટીફીકેટ સોશિયલ મીડિયા પર શેર કરો છો, તો થઇ શકે છે મોટું નુકસાન  

કોરોનાની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે. તો આ મહામારીની વચ્ચે અપૂરતી સુવિધાઓને કારણે ઘણા દર્દીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ કોરોનાની મહામારી સામે લડવા માટે સરકારે વેક્સીન રૂપે એક હથિયાર આપ્યું છે. ત્યારે લોકો કોરોનાથી બચવા વેક્સીન મુકાવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ વેક્સીન માટે લાંબી કતારો જોવા મળી રહી છે તો કેટલીક જગ્યાએ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરુ થઇ ગયું છે. લોકોમાં રસી મુદ્દે જાગૃતિ આવતા લોકો રસી લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહે છે.

કોરોનાની આ ખતરનાક મહામારી સામે લડવા માટે રસીકરણની ખુબ જ જરૂર છે. પરંતુ ઘણા એવા વ્યક્તિ છે જે રસી લીધાની ખુશીમાં જ પોતાનું વેક્સીનેશન સર્ટીફીકેટ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે. જયારે અમુક લોકો આ વાતને ધ્યાનમાં લેતા નથી. પરંતુ વેક્સીનેશનનું સર્ટીફીકેટ સોશિયલ મીડિયામાં શેર કરવું ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ભારત સરકારે ચેતવણી રૂપે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવતા વેક્સીનેશન પ્રત્યે ખતરો વ્યક્ત કર્યો છે. વ્યક્તિ જયારે વેક્સીન લઇ લે છે ત્યાર બાદ તેમને સર્ટીફીકેટ આપવામાં આવે છે. જે વેક્સીન લીધેલા વ્યક્તિ વેબસાઈટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

પરંતુ ઘણા એવા પણ વ્યક્તિ છે જે પોતાનું વેક્સીનેશન સર્ટીફીકેટ ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે. જે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. જયારે આ સર્ટીફીકેટમાં વેક્સીન લીધેલા વ્યક્તિ તેમાં  નામ, ઉમર, જતી સહીત અનેક જરૂરી અંગત માહિતી હોય છે.  જેને શેર કરવાથી તમારી પ્રાયવસીને નુકશાન પહોચી શકે છે.

ગૃહ મંત્રાલયના ટ્વીટર એકાઉન્ટ સાયબર દોસ્ત પર પર લોકોને સલાહ આપતી એક પોસ્ટ કરવામાં છે. જેમાં પોતાનું રસીનું સર્ટીફીકેટ સોશિયલ મીડીયામાં  શેર કરતા યુઝર્સને ચેતવણી રૂપે ટ્વીટ કરતા કહ્યું છે કે, ” વેક્સિનેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા સાવચેત રહો.  કારણ કે વેક્સિનેશન સર્ટિફિકેટમાં નામની સાથે અન્ય કેટલીક અંગત વિગતોની પણ જાણકારી હોય છે. સાયબર ફ્રોડ કરનાર લોકો તેનો ખોટી રીતે ગંભીર ઉપયોગ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *