Chennai Cyclone Michaung Video: બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘મિચૌંગ’ના કારણે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ચેન્નાઈમાં આ મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને કલાકો સુધી પાવર કટ રહ્યો હતો. ચક્રવાત મિચૌંગ(Cyclone Michaung Video) હાલમાં બંગાળની ખાડીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ઝડપથી આંધ્ર કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાન મંગળવારે બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે.
My street ⛈️🌊☁️
Gandhi nagar,keelkattalai,
Chennai -600 117.🙏@mkstalin #ChennaiRain #Chennairains #chennaifloods #Chennai #cyclonemichauns #Cyclone @PTTVOnlineNews @ThanthiTV pic.twitter.com/QxXi7kzadO
— 🔥Nithi❤️ Smile🔥 (@Nithi_twits) December 4, 2023
આ ચક્રવાતના કારણે તમિલનાડુમાં થયેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, નાગપટ્ટનમ, કુડ્ડલોર અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે.
— Prashanth Rangaswamy (@itisprashanth) December 4, 2023
કેટલાક વિસ્તારોમાં તો રસ્તાઓ પર આવા પૂર જોવા મળ્યા હતા, જેમાં કાર પણ તરતી જોવા મળી હતી. શહેરના ઘણા વિસ્તારોમાં પાવર કટ અને ઇન્ટરનેટ વિક્ષેપોનો પણ સામનો કરવો પડ્યો હતો, જેના કારણે લોકોને સલામત રહેવાના રસ્તાઓ શોધવાની ફરજ પડી હતી.
#ChennaiRains mannadi – mulangaal alavu thanni puratti podugiradhu #CycloneMichuang pic.twitter.com/YiJzjhcjX0
— Tharikul Hassan director (@HassanTharikul) December 4, 2023
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે. જેમાં એક મગર રાત્રે શહેરના માર્ગો પર ફરતો જોવા મળે છે. કથિત રીતે આ સરિસૃપ ચેન્નઈના પેરુંગાલથુર વિસ્તારમાં મળી આવ્યો હતો. આ વીડિયોમાં આ મગર રસ્તા પર રખડતો જોવા મળે છે અને પછી ઝાડીઓમાં ગાયબ થઈ જાય છે.
બીજી તરફ આ મુશળધાર વરસાદને કારણે રેલ અને હવાઈ સેવાને પણ ખાસ્સી અસર થઈ છે. ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો કેન્સલ કરવી પડી હતી અથવા તેમના રૂટ બદલાયા હતા. ચેન્નાઈ એરપોર્ટની કામગીરી સવારે 9.40 થી 11.40 સુધી સ્થગિત કરવામાં આવી હતી. સતત વરસાદને કારણે એરપોર્ટ પર આવતી અને જતી લગભગ 70 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે રનવે અને ટાર્મેક પણ બંધ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube