ભયંકર વાવાઝોડું ‘મોચા’ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને વધી રહ્યું છે આગળ, મચાવશે તબાહી? – જાણો શું કહે છે હવામાન વિભાગ

Cyclone Mocha Update: બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે મોચા વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડું (Storm) વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું…

Cyclone Mocha Update: બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે મોચા વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડું (Storm) વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ (West Bengal) અને ઓડિશા (Odisha)ના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે (IMD) પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ (heavy rain)ની ચેતવણી પણ જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મોચા (Cyclone Mocha alert) શુક્રવાર સુધીમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આ દરમિયાન પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે, વિભાગે એમ પણ કહ્યું કે તેના લેન્ડફોલની વિગતો મંગળવાર સુધીમાં મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ અંદમાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું હતું. તે 9 મેના રોજ ડિપ્રેશનમાં અને 10 મેના રોજ ચક્રવાત મોચામાં તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે.

પ્રવાસીઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે:

નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે 8 થી 12 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પર્યટન અને શિપિંગ સંબંધિત અધિકારીઓને ચેતવણી જારી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે લોકોને ખાતરી આપી હતી કે જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને ગભરાવાની જરૂર નથી. કારણ કે ચક્રવાત મોચા પૂર્વીય રાજ્યમાં દસ્તક નહીં આપી શકે.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું- ગભરાવાની કોઈ વાત નથી:

સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “મોકા વાવાઝોડાને લઈને ગભરાવાની કોઈ વાત નથી. તે પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ નહીં કરી શકે. પરંતુ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગ રૂપે, 10 અને 11 મેના રોજ સુંદરબન અને દિઘામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલીપુર હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડી પર સર્જાયેલ ડિપ્રેશનની રાજ્ય પર વધુ અસર નહીં થાય.

માછીમારો માટે ચેતવણી જારી:

તેમણે માછીમારો, જહાજો, ટ્રોલર અને નાની બોટોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવા કહ્યું અને વિસ્તારના લોકોને કિનારે પાછા ફરવા વિનંતી કરી. IMDના ડિરેક્ટર મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “ચક્રવાત વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ મધ્ય બંગાળની ખાડી તરફ 11 મે સુધી આગળ વધશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ફરીને બાંગ્લાદેશ-મ્યાનમારના કિનારા તરફ વળશે.” મહાપાત્રાએ કહ્યું કે હવામાન પ્રણાલીના પ્રભાવ હેઠળ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મંગળવારે ભારે વરસાદ થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

One Reply to “ભયંકર વાવાઝોડું ‘મોચા’ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને વધી રહ્યું છે આગળ, મચાવશે તબાહી? – જાણો શું કહે છે હવામાન વિભાગ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *