વધતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર- ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો ઘટાડો

Edible oil prices: દેશમાં સતત વધી રહેલી મોંઘવારી(inflation)ના કારણે સામાન્ય માણસ સામે રોજ નવી સમસ્યા ઉભી હોય છે. રોજની જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં દિવસેને દિવસે વધારો…

Edible oil prices: દેશમાં સતત વધી રહેલી મોંઘવારી(inflation)ના કારણે સામાન્ય માણસ સામે રોજ નવી સમસ્યા ઉભી હોય છે. રોજની જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. વધતી મોંઘવારીના આ સમય વચ્ચે સામાન્ય લોકો માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો:

જો વાત કરવામાં આવે તો આયાતીત સસ્તા ખાદ્ય તેલોના લીધે સ્થાનીય બજારોમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારના રોજ પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, મલેશિયા એક્સચેન્જ સોમવાર સુધી બંધ રહેશે જેના કારણે પામ અને પામોલીન તેલના ભાવમાં અપેક્ષા કરતાં વધારે ઘટાડો નોંધાય ચુક્યો છે.

સરસવના તેલના ભાવમાં ઘટાડો:

મહત્વનું છે કે, દિલ્હીની બજારોમાં પણ સરસવના તેલના ભાવમાં ઘટાડો થયો હતો. બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં આ સ્થિતિ છે તો અન્ય રાજ્યોમાં હાલત વધારે પ્રમાણમાં ખરાબ થઈ શકે છે. જોકે સરકાર ખેડૂતો પાસેથી સમર્થન મૂલ્યમાં સરસવની ખરીદી કરી રહી છે. પરંતુ તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે, તેનાથી તેમને અને તેલ ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આવનારા સમયમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે કારણ કે દેશ આયાત પર 60 % નિર્ભર હોવાથી પણ સ્થાનિક તેલીબિયાનો વપરાશ થઇ રહ્યો નથી.

શનિવારે તેલના ભાવની વાત કરવામાં આવે તો…

તેલના ભાવની વાત કરવામાં આવે તો સરસવ – 5,000-5,100 પ્રતિ ક્વિન્ટલ, મગફળી – 6,805-6,865 પ્રતિ ક્વિન્ટલ, મગફળીની તેલ મિલ ડિલિવરી (ગુજરાત) – 16,710 પ્રતિ ક્વિન્ટલ, મગફળી રિફાઇન્ડ તેલ – 2,540-2,805 પ્રતિ ટીન, સરસવનું તેલ દાદરી – 9,600 પ્રતિ ક્વિન્ટલ, મસ્ટર્ડ પાકી ઘની – 1,570 -1,640 પ્રતિ ટીન, મસ્ટર્ડ કાચી ઘની – 1,570 – 1,680 પ્રતિ ટીન, તલનું તેલ મિલ ડિલિવરી – 18,900 – 21,000 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન તેલ ડીગમ (કંડલા) – 9000 પ્રતિ ક્વિન્ટલ અને પામોલિન એક્સ (કંડલા) – 9400 પ્રતિ ક્વિન્ટલ શનિવારના રોજ તેલના ભાવ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *