વાવાઝોડુ મોચા આવી ગયું છે… મચાવશે તબાહી? 175 કિમીની ઝડપ સાથે જાણો ક્યાં ત્રાટકશે ચક્રવાતી તોફાન

Cyclone Mocha LIVE Updates: દક્ષિણપૂર્વ બંગાળની ખાડી (Storm in Bay of Bengal) પર વાવાઝોડું મોચા ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે. આગાહી મુજબ, ચક્રવાત મોચા…

Cyclone Mocha LIVE Updates: દક્ષિણપૂર્વ બંગાળની ખાડી (Storm in Bay of Bengal) પર વાવાઝોડું મોચા ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે. આગાહી મુજબ, ચક્રવાત મોચા (Cyclone Mocha) આજે એટલે કે 12 મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ખૂબ જ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. NDRF કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહે જણાવતા કહ્યું હતું કે, અમે 8 ટીમો તૈનાત કરી છે. NDRFના 200 બચાવકર્મીઓ જમીન પર તૈનાત છે અને 100 બચાવકર્તાને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

Cyclone Mocha પકડી રહ્યું છે જોર:

IMD એ આજે ​​ટ્વિટ કરીને કહ્યું છે કે “મોચા” પોર્ટ બ્લેરથી લગભગ 520 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીને અડીને સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રિએ હતું. વાવાઝોડું મોચા જોર પકડી રહ્યું છે અને શુક્રવારની સવાર સુધીમાં 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, હવામાન કચેરીએ ગુરુવારે રાત્રે જણાવતા કહ્યું હતું.

લોકોને સ્થળાંતર કરવાનો આદેશ:

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે સવારે 5:30 કલાકે ચક્રવાતી તોફાન મોચા બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં, પોર્ટ બ્લેરથી લગભગ 520 કિમી પશ્ચિમમાં અને બાંગ્લાદેશ બંદર કોક્સ બજારથી 1,100 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે. મ્યાનમાર અને બાંગ્લાદેશે મોકાના જોખમને ધ્યાનમાં રાખીને હજારો સ્વયંસેવકોને તૈનાત કર્યા છે અને ગુરુવારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.

Mocha 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે થશે પસાર:

14મી મે 2023ની બપોરના સુમારે કોક્સ બજાર (બાંગ્લાદેશ) અને ક્યોકપ્યુ (મ્યાનમાર)ના દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠા વચ્ચે સિત્તવે (મ્યાનમાર) નજીક ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન મોચા 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશે.

175 કિમીની ઝડપે લેન્ડફોલ કરી શકે:

ભારતીય હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોચા રવિવારે 175 કિમીની ઝડપે પવન સાથે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે એક બુલેટિન જારી કરીને આગાહી કરી છે કે ચક્રવાત મોચા મધ્ય બંગાળની ખાડીમાં મધ્યરાત્રિ સુધીમાં એક ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. IMD દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તે જ સમયે, કેરળ, ઓડિશા અને કર્ણાટકમાં મધ્યમ વરસાદે ચક્રવાત મોચાના તીવ્ર વાવાઝોડામાં વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *