Heat wave forecast: અંબાલાલ પટેલે કરી હીટવેવની મોટી આગાહી – અગામી 4 દિવસ ઘરમાં જ રહેજો! આકાશમાંથી વરસશે અગ્નગોળા

Ambalal Patel Heat Wave Forecast: ગુજરાતમાં ફરી એકવાર ગરમી (Heat)નો કહેર વધવા લાગ્યો છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ…

Ambalal Patel Heat Wave Forecast: ગુજરાતમાં ફરી એકવાર ગરમી (Heat)નો કહેર વધવા લાગ્યો છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે ​​ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત જેવા ઘણા રાજ્યો માટે હીટવેવની ચેતવણી જારી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે.

તાપમાનમાં 2-3 ડિગ્રીનો થઈ શકે વધારો:

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરી છે.

જો વાત કરવામાં આવે તો આજથી આગામી 4 દિવસ સુધી ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને દિવસના તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે. એટલે કે આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં પણ સતત માવઠું પડતાં ખેડૂતોને નુકશાન થયું હતું. આ તરફ હવે અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનું ચોમાસુ સારું રહેશે.

હીટ વેવથી બચવા માટે આટલું જરૂર કરો

હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે. હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા.

આ ઉપરાંત ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું. વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઇએ. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવાર અને બપોરે કરવો જોઈએ.

લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું.

શરીરમાં જોવા મળે આવા લક્ષણો તો થઇ જજો સાવધાન

માથું દુ:ખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.

ખેડૂતોએ આ બાબતોનું રાખવું ધ્યાન

ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું. મરઘાઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ.

બપોરના સમયે ફૂંકતા ગરમ-સૂકા પવને સામાન્ય જનજીવન ખોરવ્યું હતું અને રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થઇ હતી. કાળઝાળ ગરમીના કારણે રાજ્યના અનેક વિસ્તારો જાણે ભઠ્ઠીમાં સળગતા હોય તેમ તડકામાં સળગી રહ્યા હતા. જોકે, મોડી સાંજના સમયે ઠંડક થતા વીકએન્ડની મજા માણવા લોકો નદી કિનારે, પુલ પર અને બગીચાઓમાં પહોચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *