Cyclone Mocha LIVE: ક્યાં પહોચ્યું મોચા વાવાઝોડું? હવામાન વિભાગે આપી મહત્વની ચેતવણી

Cyclone Mocha Live: હવામાન વિભાગ (IMD) અનુસાર આજે 8 મેના રોજ બંગાળની ખાડી (Bay of Bengal)માં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ વાવાઝોડા…

Cyclone Mocha Live: હવામાન વિભાગ (IMD) અનુસાર આજે 8 મેના રોજ બંગાળની ખાડી (Bay of Bengal)માં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ વાવાઝોડા (Storm)ની દિશા અને તે ક્યાં લેન્ડ થશે તેના પર નજર રાખી રહ્યું છે. જો કે, મોકા ચક્રવાત ક્યાં લેન્ડફોલ (Cyclone Mocha landfall) કરશે તે હજુ સ્પષ્ટ નથી. બંગાળમાં ચક્રવાતી તોફાન મોકાને લઈને એલર્ટ (Cyclone Mocha Alert) આપવામાં આવ્યું છે.

ચક્રવાતી તોફાન મોચાનો ખતરો:

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કહ્યું કે, તેના માર્ગ અને તીવ્રતા વિશેની માહિતી લો પ્રેશર સક્રિય થાય ત્યારબાદ જ જાણી શકાશે. એક તરફ જ્યાં દક્ષિણ ભારતમાં ચક્રવાતી તોફાન મોચાનો ખતરો વધી રહ્યો છે તો ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે.

ભારે પવન સાથે વરસાદ ખાબકશે:

વાવાઝોડું મજબૂત થવાની દિશામાં આજે 8મીએ ઘણા રાજ્યોમાં ભારે પવન અને વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળમાં ચક્રવાતી તોફાનની અસરને કારણે 10 મેના રોજ કેટલાક સ્થળોએ 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતી તોફાનની અસર પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી જોવા મળી શકે છે. ઓડિશા રાજ્ય સરકારે 18 તટીય અને આસપાસના જિલ્લાઓને એલર્ટ કર્યા છે.

હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ:

હવામાન વિભાગે તોફાનથી પ્રભાવિત વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. પવનની ગતિ ધીમે ધીમે વધીને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. IMD અનુસાર, બંગાળની ખાડીના નજીકના વિસ્તારોમાં 8 મે થી 12 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ જોવા મળશે. તે જ સમયે, 8 થી 11 મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચન:

માછીમારો, નાના જહાજો, ખલાસીઓને મધ્ય બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ અને નજીકના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં રહેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. પ્રવાસીઓ અને માછીમારોને 10 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓને અડીને આવેલા વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *