હવામાન વિભાગની ભયંકર આગાહી- આવી રહ્યું છે 2023નું પ્રથમ વાવાઝોડું, રાજ્ય સરકાર પણ એલર્ટ

Mocha Cyclone News: ભારતીય હવામાન વિભાગે (IMD) બંગાળની ખાડી (Bay of Bengal)માં વર્ષના પ્રથમ વાવાઝોડા (Mocha Cyclone)ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું કે…

Mocha Cyclone News: ભારતીય હવામાન વિભાગે (IMD) બંગાળની ખાડી (Bay of Bengal)માં વર્ષના પ્રથમ વાવાઝોડા (Mocha Cyclone)ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું કે 6 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) બનવાની શક્યતાઓ છે. જેના કારણે લો પ્રેશર સક્રિય થશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે. ચક્રવાતી તોફાનની સંભાવના વચ્ચે ઓડિશા સરકાર પણ એલર્ટ મોડમાં છે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

જો વાત કરવામાં આવે તો પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવતા કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશર સક્રિય થઇ શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવતા કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી સંભાવનાઓ છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ મુજબ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવે તો વાવાઝોડાનું નામ “મોચા’ હશે. યમને આ ચક્રવાતનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવવામાં આવ્યું હતું.

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારના રોજ ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *