ગુજરાતમાં આવશે આંધી વંટોળ, 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન; જાણો અંબાલાલ પટેલે બીજી શું કરી આગાહી

Ambalal Patel Prediction: રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે. તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે અને તેમજ આંધી વંટોળ સાથે વરસાદ થવાનું હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે.પાટણ અને સુરેન્દ્રનગરમાં પણ પવનની(Ambalal Patel Prediction) ગતિ આંધી જેવી રહેશે તો પવનની ગતિ 25થી 30 કિમીની રહેશે.5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી
રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાના આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

વર્ષે ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતો ને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.

ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા
અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 29 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા
31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા ડાંગ સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

ગુજરાતમાં આજના તાપમાન પર નજર
અમદાવાદ 44.1 ડિગ્રી,ગાંધીનગર 43.4 ડિગ્રી,ભાવનગર 43.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 42 ડિગ્રી,રાજકોટ 43 ડિગ્રી,આંણદ 42.3 ડિગ્રી,વડોદરા 40.6 ડિગ્રી,કચ્છ 41.7 ડિગ્રી,બનાસકાંઠા 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

માછીમાર દરિયો ના ખેડે
આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.