હાલ સુરતમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો એક, ત્યાં હાજર યુવક ત્યાને ત્યાં જ ગંભીર રીતે દાજ્યો હતો અને તડફડીયા મારતો મારતો મદદની ભીખ માંગી રહ્યો હતો.
અડાજણ વિસ્તારની ધોબીની ગલીમાં આવેલા રેડિયમની દુકાનમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં હાજર યુવક ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો અને મોટા ભાગના શરીરના ભાગ દાઝ્યું હતા. યુવક દુકાનની બહાર તડફડીયા મારતો હતો તેમછતાં કોઈ પણ તેમની મદદે ન આવતા માનવતા મરી પરવારી હતી. આગની ઘટના બન્ડવા છતાં કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાનને બચાવવા દોડ્યા નહોતા.
સિલિન્ડર બ્લાસ્ટ ની ઘટના બન્યા બાદ પણ ત્યાંથી ફોર વહીલ અને લોકો પસાર થતા દેખાઈ રહ્યા છે પરંતુ અહિયાં કઈ થયું જ નથી એમ સમજીને લોકો આ ઘટનાને અનદેખી કરીને પસાર થઇ રહ્યા છે. ત્યારબાદ કોઈએ આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી અને ત્યારબાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડયો હતો.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.