ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ: 50 વર્ષીય આધેડ 4 ફૂટ દૂર ઊછળીને પડ્યા, ચીથરે ચીથરા ઉડી ગયા 

રાજસ્થાન(Rajasthan): હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં શનિવારના રોજ કોટામાં ફુગ્ગા (Balloons)માં હવા ભરનાર સિલિન્ડર(cylinder) અચાનક ફાટી ગયો હતો. સિલિન્ડર ફાટવાથી હંસરાજ સાહુ નામનો વ્યક્તિ 4 ફૂટ સુધી ઊછળ્યો હતો. તેનો હાથ શરીરથી અલગ થઈ ગયો છે. તેના હાથના ટૂકડા દસ ફૂટ દૂર પડ્યા હતા. આ અકસ્માત એટલી હદે ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, 50 વર્ષીય હંસરાજ સાહુ કોટામાં તેના પરિવાર સાથે રહે છે. તે ફૂગ્ગા અને અલગ-અલગ ડિઝાઇનના કટઆઉટ્સમાં હવા ભરીને વેંચે છે. ત્યારે શનિવારના રોજ સવારે તેના ઘરની બહાર જ સિલિન્ડરથી ફૂગ્ગામાં હવા ભરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે આસપાસના ઘરોની દિવાલોમાં પણ તિરાડો પડી હતી. સાથે જ બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોએ જોઈને જોયું તો હંસરાજ ઈજાગ્રસ્ત હાલતમાં તડપી રહ્યો હતો.

બ્લાસ્ટનો અવાજ સાંભળીને બહાર આવી તો હંસરાજ તડપી રહ્યો હતો:
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બધી બાજુ લોહીના ખાબોચિયા ભરાયા હતા. હંસરાજ તડપી રહ્યો હતો. તેના હાથના ચિથડે-ચિથડા ઊડી ગયા હતા. સાથે જ તે 4 ફૂટ સુધી ઉછળ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ઈજાગ્રસ્ત હંસરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

8 વર્ષ પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યો હતો:
હંસરાજ સાહૂ ચોપાટીએ ફુગ્ગા વેચવાનું કામ કરે છે. તેની સાથે પત્ની અને તેનો પુત્ર પણ કામ કરે છે. આ ઘટના અંગે પાડોશીએ જણાવ્યું હતું કે, તેની સાથે આ બીજીવાર ઘટના ઘટી છે. 7-8 વર્ષ પહેલા પણ આવી જ રીતે ગેસ ભરતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો. તે સમયે પણ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની આંખની પાસે ઈજા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *