માસુમ બાળકની છેલ્લી ઇચ્છા પૂરી થાય એ પહેલા જ માર્ગ અકસ્માતમાં થયો મોતનો ભેટો- ઘટના જાણીને આંસુ સરી પડશે

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર લોકોને પોતાના એકના એક પુત્રનો અથવા તો પુત્રીનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે માર્ગ અકસ્માતની આવી જ એક કરુણ ઘટના રાજ્યમાંથી સામે આવી છે. ‘પપ્પા જહાજમાં તો બહુ મજા આવી, તમે મને ટ્રેનમાં પણ બેસાડ્યો હવે પ્લેનમાં હજ પઢવા કયારે લઈ જશો?’

આ પ્રશ્ન પૂછવા પર પિતાએ કહ્યું કે, થોડા પૈસા ભેગા કરીએ બાદમાં એકસાથે જઈશું, બસ આટલી વાત કરી એટલામાં રસ્તામાં ઊભેલ ટ્રકમાં પિતાએ બાઇક ધકેલતા પુત્રનું મોત નીપજ્યું છે. જયારે દંપતીને ગંભીર ઈજા તથા 2 નાની દીકરીનો બચાવ થયો હતો. બાઇક પર દંપતી સહિત 5 લોકો જઈ રહ્યા હતા.

બાઇકચાલક ઈરફાન હૈદર હુસૈન બુખારી ભાવનગરમાં આવેલ મહુવામાં સાદર કોલોની સામે રહે છે. 14 તારીખે ઈરફાન પત્ની, 6 વર્ષીય પુત્ર તથા દોઢ વર્ષીય તથા 6 મહિનાની દીકરીને ઘોઘાથી જહાજમાં બેસાડીને સુરત લઈ આવ્યો હતો. સુરતમાં જહાજમાંથી બાઇક લઈને ઈરફાન પત્ની તથા 3 સંતાનોને લઈ સુરતમાં સંબંધીને ત્યાં જવા માટે નીકળ્યો હતો.

એટલામાં માર્ગમાં હજીરા NTPC બ્રિજ નજીક ઊભેલ હાઈવા ટ્રકમાં પાછળથી બાઇક અથડાયું હતું. જેને લીધે દંપતી તથા 6 વર્ષીય પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેય લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જયાં 6 વર્ષીય મોહંમદ મુનજીરનું સારવાર વખતે મોત નીપજ્યું હતું.  મૃતક ઘો-2માં મહુવામાં અભ્યાસ કરતો હતો. ઈચ્છાપોર પોલીસે ઈરફાનની ફરિયાદ લઈને હાઇવા ટ્રકના ફરાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સેલવાસમાં દરગાહ પર જવાની ઈચ્છા અધૂરી રહી :
શાળામાં હાલમાં 3 દિવસની છુટ્ટી હતી. જેને લીધે પુત્રએ પિતાને જણાવ્યું હતું કે, પપ્પા જહાજમાં ફરવા માટે જવું છે. તમે તો જહાજમાં સુરત જાઓ છો પણ અમને એકવખત લઈ જાવો. જેથી પિતા ઘોઘાથી જહાજમાં પરિવારનીં સાથે સાંજે હજીરા આવ્યા હતા. સુરત આવીને સંબંધીને ત્યાંથી બસમાં સેલવાસમાં દરગાહ પર જવાના હતા. પરંતુ તે પહેલા જ અકસ્માત નડ્યો હતો. રાત્રીનો સમય હોવાથી ચાલકે હાઇવા રસ્તાની વચ્ચે ઊભી રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *