પપ્પાની પરીએ ડિવાઈડર પર ચડાવી દીધી કાર, પછી જે બન્યું તે જુઓ વીડિયોમાં

Accident Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજને રોજ કંઈક વાઇરલ થતું રહે છે. જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો વાયરલ થનારા વિડીયો અને ફોટો તમને જોવા મળતા જશે. તમે એ વાત પણ ખૂબ સારી રીતે જાણો છો કે કેવા પ્રકારના વિડીયો (Accident Viral Video) અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એવામાં આજ રોજ પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયો દરમિયાન વ્યક્તિએ એવું રિએક્શન આપ્યું જેના કારણે તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આવો તમને જણાવીએ કે વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક ગાડી રોડના ડિવાઇડર પર ચડી ગયેલી છે. ડિવાઈડરની બંને બાજુ ગાડીના પૈડા છે અને ગાડી ફસાઈ ચૂકી છે. કેટલાક લોકો ત્યાં મદદ માટે ઉભેલા પણ દેખાઈ રહ્યો છે. આ વિડીયો બનાવનાર વ્યક્તિ જ્યારે ગાડી નજીક લઈ જાય છે અને કહે છે કે વચ્ચે જવું હતું કે શું? એવામાં તેને ડ્રાઇવિંગ સીટ પર એક છોકરી બેઠેલી દેખાય છે અને તેને જોઈને પછી કહે છે, મહિલા મોરચો સારો છે. વ્યક્તિના આ કહેવાના કારણે જ વિડીયો વાયરલ થયો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વાયરલ વીડીયો જોયો તેને એક યુઝર દ્વારા એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે. આ વિડીયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે આ મહિલા છે, તેને રસ્તાની જરૂર નથી. તે ગમે ત્યાંથી નીકળી શકે છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે ભાઈ વો સ્ત્રી હૈ વો કુછ ભી કર સકતી હૈ. અન્ય એક યુઝરે લખ્યું કે આને તો મહિલાઓનું નામ રોશન કરી દીધું છે.