હાલમાં દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં વેક્સીનેશનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પહેલા તબક્કામાં ડૉક્ટર અને હેલ્થ વર્કરોને વેક્સીન આપવામાં આવી હતી. બીજા તબક્કામાં પોલીસકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી અને ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. આ દરમિયાન તંત્ર દ્વારા વધારેમાં વધારે લોકો વેક્સીન લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક ડૉક્ટર વેક્સીનના બે ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે.
રિપોર્ટ મુજબ એક હેલ્થ ઓફિસરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ ઓફિસર ડૉક્ટર આર.કે.પટેલ કોરોના વેક્સીન લીધા પછી પણ સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. ડૉક્ટર આર.કે.પટેલ વેક્સીનનો બીજો ડોઝ લીધા પછી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડૉક્ટર આર.કે.પટેલે કોરોના વેક્સીનનો બીઝો ડોઝ 24મી ફેબ્રુઆરીના રોજ લીધો હતો.
વેક્સીનના બે ડોઝ લીધાના 10 દિવસ પછી જ ડૉક્ટર આર.કે.પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડૉક્ટર આર.કે.પટેલને તાવની સમસ્યા હતી. તેથી તેમણે તકેદારીના ભાગ રૂપે પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો ત્યારે આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ ડૉક્ટર આર.કે.પટેલ તેમના અમદાવાદમાં રહેલા ઘરમાં હોમ ક્વોરેન્ટાઈન છે.
આ અંગે ગાંધીનગર જિલ્લા હેલ્થ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી. પણ તેમણે મીડિયા સમક્ષ કઈ બોલવાની ના પડી છે. તેમણે માહિતી એ પ્રકારની આપી છે કે, 16 જાન્યુઆરીના રોજ ડૉક્ટર આર.કે. પટેલે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યાબાદ તેના 28 દિવસ પછી ડૉક્ટર આર.કે.પટેલને 24 ફેબ્રુઆરીના રોજ બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
મહત્તવની વાત છે કે, તમે વેક્સીન લીધા પછી તાત્કાલિક સુરક્ષિત થઈ જતા નથી. વેક્સીન લીધા પછીના થોડા દિવસોમાં તમે કોઈ કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવો છો તો પણ તમે સંક્રમિત થઇ શકો છો. કારણ કે, વેક્સીન લીધા પછી તાત્કાલિક જ તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ તૈયાર થતી નથી. તે તૈયાર થવા માટે કેટલાક સપ્તાહ લાગે છે. ગુજરાતમાં વેક્સીનના બે ડોઝ લીધા પછી વ્યક્તિ કોરોના સંક્રમિત થયો હોવાનો આ પહેલો કિસ્સો દહેગામમાં સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle