ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ રીતે તૈયાર થશેમાર્કશીટ- જાણો વિગતે

ગુજરાત બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ-10 ના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ (Student)…

ગુજરાત બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ-10 ના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ (Student) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે.

જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ (Online Result) જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ (Marksheet) કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે.

50 ગુણમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરવામાં આવશે. પ્રથમ અને દ્વિતિય સામયિક કસોટીના 40 ગુણમાંથી રૂપાંતરિત કરવામાં આવશે. શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 અને શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મળશે.  ધોરણ 10ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે.

​​ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​
ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ

ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
ળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *