ગુજરાત: PSI એ પરિણીતાનું અપહરણ કરીને ફાર્મહાઉસ પર લઈ જઈને…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના વડોદરામાંથી સામે આવી છે.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકા પોલીસે વડોદરાના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. પીએસઆઈ સામે આક્ષેપ છે કે, તેણે દાહોદની એક પરિણીત મહિલાનું અપહરણ કર્યું હતું અને તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરિણીતાને ધાક-ધમકી આપીને તેના પતિ સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. PSI પોતે પણ પરિણીત હોવા છતાં તેણે દાહોદની પરિણીતાને બીજી પત્ની તરીકે રાખવા માટે ધમકી આપી હતી. આ મામલે આખરે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિસ્તારમાં ચકચાર મચી જવા પામેં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરા ટ્રાફિક શાખામાં PSI તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયા વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. દાહોદના ગરબાડા તાલુકાના આંબલી ગામના રહેવાશી અને વડોદરા શહેર ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરિણીત ઉમેશ નલવાયાએ વર્ષ 2016માં દાહોદ તાલુકાના એક ગામની ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી પરિણીત યુવતીને ફસાવી હતી. જે બાદમાં તેણીને તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા. છૂટાછેડા બાદ યુવતીને ગાંધીનગર લઇ જઈને તેની સાથે રજીસ્ટર લગ્ન કર્યા હતા.

હાલમાં આ આરોપી પોલીસના કબજામાં છે જ્યાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, લગ્ન બાદ પરિણીત મહિલાનું અપહરણ કરી જઈને ફાર્મહાઉસ અને વડોદરા ખાતે એક મકાનમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં પીએસઆઈ અવારનવાર યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. જે બાદમાં આ મહિને પીએસઆઈ આ યુવતીને તેના ગામમાં મૂકી ગયો હતો. આ મામલે પરિણીતાએ પોલીસને સંપર્ક કરતા દાહોદ તાલુકા પોલીસ મથકે પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *