દાહોદના પરિવારને રાજસ્થાનમાં નડયો ભયંકર અકસ્માત: કારનું ટાયર ફાટતા 5 લોકોના મોત, એક ઘાયલ

Rajsthan Accident: રાજસ્થાનના સિરોહીમાં વહેલી સવારે ગુજરાતના દાહોદના પરિવારને અકસ્માત નડ્યો છે. ગુજરાતી પરિવાર કાર લઇને જોધપુર તરફ જઇ રહ્યા હતા. જ્યાં કારની (Rajsthan Accident) બ્રેક ફેઈલ થઇ જતા કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેના કારણે કારનું ટાયર ફાટી ગયુ હતુ. કાર બેકાબૂ બનતા પલટી મારી ગઇ હતી. જેમાં પાંચ લોકોના મોત ઘટનાસ્થળે જ મોત થયા છે.

બ્રેક ફેઈલ થવાના કારણે થયો અકસ્માત
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના ફલોદીના ખારા ગામ તરફ જઈ રહેલા સેન સમુદાયનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. આ દાહોદનો પરિવાર જૂની સ્વિફ્ટ ડિઝાયર કારમાં જઇ રહ્યા હતા. તેમની કારની બ્રેક ફેઈલ થવાના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે કારનું ટાયર ફાટ્યું હતું અને કાર કાબૂ બહાર જઈને બીજી બાજુના નાળામાં પલટી ગઈ હતી. જેના કારણે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા
આ દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી, એસપી અનિલ કુમાર બેનીવાલ, તહસીલદાર જગદીશ બિશ્નોઈ, સીઓ મુકેશ ચૌધરી, પોલીસ સ્ટેશન ઓફિસર કૈલાશદાન ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની જાણકારી મળતાં જ તપાસ હાથ ધરી હતી.

ઘાયલ મહિલાની હાલત ગંભીર
અકસ્માતમાં ઘાયલ મહિલાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત ગંભીર નથી. અકસ્માત અંગે ગામમાં મૃતકના સ્વજનોને જાણ કરવામાં આવી છે. હાલમાં મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જે સંબંધીઓ આવશે ત્યારબાદ તેને સોંપવામાં આવશે.

આ લોકોના થયા મોત
અકસ્માતનો ભોગ બનનાર પરિવાર મૂળ ફલોદી, રાજસ્થાનનો હતો અને છેલ્લા 40 વર્ષથી દાહોદ જિલ્લાના લીમખેડામાં રહેતો હતો. આ અકસ્માતમાં પ્રતાપ (53) રામુરામ (50) પ્રેમરામ ભાટી, ઉષા (50)પ્રતાપ ભાટી (25) પત્ની જગદીશ ભાટી અને આશુ (11 મહિના) પુત્ર જગદીશ ભાટીનું મૃત્યુ થયું હતું. તે જ સમયે, રમેશ ભાટીની પત્ની શારદા (50) ઘાયલ થઈ હતી.