શ્રીનગરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી ગઈ મચી અફરાતફરી, જુઓ વિડીયો

Srinagar DalLake News: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં એક મોટો અકસ્માત થયો સર્જાયો હતો. જેમાં દાલ તળાવમાં પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી ગઈ, જેના (Srinagar DalLake News) કારણે ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. દાલ તળાવમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો તળાવમાં તરતા જોવા મળે છે.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી કરી હતી
શુક્રવારે સાંજે શ્રીનગરના દાલ તળાવમાં ભારે પવનને કારણે એક શિકારા પલટી ગયું, જેના કારણે પ્રવાસીઓ તળાવના પાણીમાં ડૂબી ગયા.

તળાવમાં પડતાની સાથે જ પ્રવાસીએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કરી દીધું. તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.

વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ
આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો દાલ તળાવની આસપાસ રેલિંગ પાસે હાજર છે અને તળાવમાં ફસાયેલા પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા છે. આ સમયે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. લગભગ અડધો ડઝન લોકો પાણીમાં ફસાયેલા જોવા મળે છે.જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે હોડીમાં કેટલા લોકો હતા અને કેટલા તળાવમાં ફસાયેલા છે?

આ અગાઉ પણ આવી ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દાલ તળાવમાં બોટ પલટી જવાની ઘટનાઓ બની છે. એપ્રિલ 2025 માં દાલ તળાવમાં ભારે પવનને કારણે 4 પ્રવાસીઓ અને એક નાવિકને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. જોકે, બચાવ ટીમે તળાવમાંથી બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ પહેલા નવેમ્બર 2023માં હાઉસબોટમાં આગ લાગવાથી 3 બાંગ્લાદેશી પ્રવાસીઓના મોત થયા હતા.