પ્રિન્સિપાલે જ વિધાર્થીઓને શીખવ્યો જાતિવાદ: આ શાળામાં દલિત વિદ્યાર્થીઓ પાસે કરાવે છે કચરો સાફ

Bareilly School News: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની એક શાળામાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ સ્કૂલના પ્રિન્સિપલ (Bareilly School News) પર બાળકો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. ગામના લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે શાળામાં પ્રિન્સિપલ ઘણા દિવસ સુધી શાળાએ નથી આવતા અને ખોટી રીતે હાજરી પૂરે છે. એવામાં બાળકોના અભ્યાસ પર અસર પડે છે.

આ મામલો બરેલીના શીરોલ ક્ષેત્રના બ્યોધન ગામમાં આવેલી સ્કૂલનો જણાવવામાં આવી રહ્યું છે. સ્કૂલના અન્ય શિક્ષકો વિદ્યાર્થીઓને મારવાની સાથે સાથે પરિવાર જન સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપણ લગાવી ગામ લોકોએ ફરિયાદ લખી હતી. એવું પણ કહેવાય રહ્યું છે કે શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો વચ્ચે અણ બનાવ હતો.ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલના શિક્ષકો વચ્ચે વિવાદ હોવાને કારણે ગામના લોકોએ પ્રિન્સિપલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થી પાસે કચરો સાફ કરાવવામાં આવે છે
તેમજ આ મામલે પ્રિન્સિપલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે સ્કૂલમાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. સાથે જ શાળામાં તેમની પાસે કચરો કઢાવવામાં આવે છે અને શાળામાં લાગેલા હેન્ડ પંપમાંથી પાણી પણ પીવા દેવામાં આવતું નથી. જિલ્લા શિક્ષણ અધિકારીને લખવામાં આવેલ ફરિયાદ પત્રમાં ગામના સરપંચ સહિત ગામના લોકોની સહી છે.

પ્રિન્સિપલ બાળકો સાથે ભેદભાવ કરે છે, આ ઉપરાંત શાળાએ પણ આવતો નથી. આ ઉપરાંત તેઓ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ગેરહાજર હોવા છતાં ખોટી રીતે હાજરી પુરાવી દે છે. તે જ્યારે પણ શાળાએ આવે છે તો કોઈ દિવસ ટાઈમ પર આવતો નથી. લોકોએ તપાસ કરાવી પ્રિન્સિપલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

શિક્ષણ અધિકારી તપાસ કરાવશે
શિક્ષણ અધિકારી સંજય સિંહ એ કહ્યું કે આ મામલે અમને કોઈ જાણકારી નથી. તેણે કહ્યું કે અમે તમામ ગ્રામીણ તરફથી સ્કૂલ પ્રિન્સિપલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માટે ફરિયાદ મળી નથી. આ મામલે તપાસ કરાવવામાં આવશે. સ્કૂલ શિક્ષાનું મંદિર છે અને શિક્ષાના મંદિરમાં ભેદભાવ કરવામાં આવતો નથી.