હનીમૂન પર ગયેલા નિખિલ પટેલ અને દલજીત કૌરની બેડરૂમની તસ્વીર વાયરલ- જોઇને ઉડ્યા લોકોના હોશ

મનોરંજન(Entertainment): ટીવી એક્ટ્રેસ દલજીત કૌર(Daljit Kaur) અને નિખિલ પટેલે(Nikhil Patel) આ વર્ષે જાન્યુઆરીમાં સગાઈ(Engagement) કરી હતી. સગાઈ પહેલા બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા.…

મનોરંજન(Entertainment): ટીવી એક્ટ્રેસ દલજીત કૌર(Daljit Kaur) અને નિખિલ પટેલે(Nikhil Patel) આ વર્ષે જાન્યુઆરીમાં સગાઈ(Engagement) કરી હતી. સગાઈ પહેલા બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. પછી અહીંથી બંનેની મિત્રતા શરૂ થઈ અને પછી વાત લગ્ન સુધી પહોંચી અને હવે બંને હનીમૂન(Honeymoon) માણી રહ્યા છે.

દલજીત કૌરે હનીમૂન દરમિયાન બેડરૂમના ફોટા શેર કરીને હંગામો મચાવી દીધો છે. આ ફોટોમાં દલજીત કૌર નિખિલ સાથે રોમેન્ટિક પળો વિતાવતી જોવા મળી રહી છે.

દલજીત કૌર અને નિખિલ પટેલ પ્રેમભરી નજરે એકબીજાને જોઈ રહ્યા છે અને એકબીજામાં ખોવાઈ ગયા છે.

આ સાથે જ તસવીરમાં નવદંપતીએ પોતાના પગ પર બંને એ એકસમાન જ ટેટુ દોરાવ્યા છે.

ખાસ વાત તો એ છે કે, કપલે તેના પગ પર દોરાવેલ ટેટુમાં બીજા લગ્નનો ઉલ્લેખ કરી અને ટેક ટુ લખ્યું છે. આ અંગેની તસ્વીર પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

દલજીત કૌર અને નિખિલ પટેલના પગ પર બનાવેલા ટેટૂ પર બે અલગ-અલગ તારીખોનો ઉલ્લેખ છે. આ તારીખો ફિલ્મ વર્ષના જુલાઈ અને સપ્ટેમ્બરની છે. આ બંને દિવસો તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે.

દલજીત કૌર તેના બીજા લગ્નનથી ખૂબ જ ખુશ છે. નિખિલ પણ દલજીતની સંગતનો ઘણો આનંદ માણી રહ્યો છે.

નિખિલના પણ આ બીજા લગ્ન છે. બંને તેમના બીજા લગ્ન નવેસરથી શરૂ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, દલજીત કૌરને એક પુત્ર જયડેન પણ છે. જયદેન ટીવી કલાકારો શાલીન ભનોટ અને દલજીતનો પુત્ર છે.

સાથે જ નિખિલ પટેલને પણ બે દીકરીઓ છે. નિખિલ અને દલજીતને હવે ત્રણ બાળકો છે. તેને પરિવાર મોટો થઇ ગયો છે. નિખિલ યુકે સ્થિત બિઝનેસમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *