ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે ખાબકશે વરસાદ- ફરી માવઠાની આગાહીથી જગતનો તાત બન્યો ચિંતાતુર

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો છેલ્લાં કેટલાંક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદ(Unseasonal rain)ને લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યાં ફરી કમોસમી વરસાદની…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો છેલ્લાં કેટલાંક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદ(Unseasonal rain)ને લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યાં ફરી કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવે રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદને લઈને મોટી આગાહી(Rain forecast) કરવામાં આવી છે. 29 માર્ચના રોજ ફરી રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

29 માર્ચના રોજ જામશે વરસાદી માહોલ:
હવામાન વિભાગની આગાહી અનુસાર, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન હજુ આવી શકે અને 29 માર્ચના રોજ ફરી વાદળો આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 29 માર્ચના રોજ વરસાદી માહોલ સર્જાઈ શકે છે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લીધે અમદાવાદ સહિત રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી છે.

વરસાદને કારણે ખેડૂત દુઃખી:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના લીધે જગતનો તાત દુઃખી થયો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતનો ઉભો પાક પલળી જવાને કારણે તેમાં જીવાત પડવાથી અન્ય રીતે પણ નુકસાન થવા પામ્યું છે.

મહત્વનું છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગતનો તાત ખેડૂત માવઠાનો માર સહન કરી રહ્યા છે. જોકે, હજુ પણ માવઠાનું સંકટ ટળ્યું નથી, કેમ કે સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર 29 માર્ચના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *