હાલના દિવસોમાં હાર્ટ એટેક (Heart attack)થી મૃત્યુના અનેક સમાચારો સામે આવી રહ્યા છે. જીવ ગુમાવનારાઓમાં બાળકોથી લઈને વૃદ્ધોનો સમાવેશ થાય છે. ત્યારે હાલ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માંથી હાર્ટ એટેકથી મોતનો તાજો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ(Hollywood movie) અવતાર-2 (Avatar 2) (અવતાર: ધ વે ઓફ વોટર) (Avatar: The Way of Water) જોતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.
હુમલા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ લક્ષ્મીરેડ્ડી શ્રીનુ નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. શ્રીનુના મૃત્યુની માહિતી મળતા જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ નગરની ઘટના:
વાસ્તવમાં, કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ નગરના રહેવાસી લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેમના ભાઈ રાજુ સાથે ફિલ્મ અવતાર-2 જોવા શ્રી લલિતા થિયેટરમાં ગયા હતા. બંને ભાઈઓ થિયેટરમાં આરામથી ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યારબાદ અચાનક શ્રીનુની તબિયત બગડી અને તે પોતાની સીટ પરથી જમીન પર પડી ગયો.
હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા:
જેને પગલે અન્ય લોકોની મદદથી રાજુ તેના ભાઈ શ્રીનુને પેદ્દાપુરમ સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ શ્રીનુને મૃત જાહેર કર્યો અને મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું. રાજુએ તેના ભાઈના મૃત્યુ અંગે પરિવારને જાણ કરી હતી. શ્રીનુના મૃત્યુની માહિતી મળતા જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતક શ્રીનુને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.