તમાકુ નિષેધ દિન- વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખથી વધુ લોકોને કર્યા હતા વ્યસનમુક્ત

World No Tobacco Day: જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ વાર 7 એપ્રિલ 1988ના રોજ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day 2023) ઉજવાયો…

World No Tobacco Day: જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ વાર 7 એપ્રિલ 1988ના રોજ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day 2023) ઉજવાયો હતો. ત્યારબાદ 31 મે 1988ના રોજ WHOએ ઠરાવ પસાર કર્યા પછી આ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તમાકુનું વ્યસન અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે, ફેફસાના રોગો, ક્ષય રોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીસિઝ વગેરે બીમારીને નોતરી શકે છે. ત્યારે આ તમાકુ નિષેધ દિન નિમિતે એક એવા સંત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને કેટલાય પરિવારને વ્યસનથી દુર કર્યા છે. વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ (Pramukh Swami Maharaj)નું જીવનસુત્ર હતું કે, બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણુ સુખ છે. આ જ જીવન ભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.

વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે BAPS  સ્વામી નારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃતિ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે માસમાં કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ અભિયાનમાં BAPS સંસ્થાના 16 હજાર બાળકોના 4200 વૃંદ જોડાયા હતા.

વાત કરવામાં આવે તો આ બાળકો દ્વારા ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસસ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને 14 લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો હતો. દેશભરમાં યોજાયેલા આ અભિયાનમાં બાળકો દ્વારા વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજુતી લોકોને આપવામાં અવી હતી. તારીખ 8 મે થી 22 મે દરમિયાન આ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં બાળકોએ કરેલા અથાગ પ્રયાસને પરિણામે દેશભરના 4 લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત 10 લાખ જેટલા લોકોએ અન્યને વ્યસન મુક્ત કરાવવાનો સંકલ્પ કર્યો હતો.

વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

તમાકુના સેવનથી દર વર્ષે 80 લાખ લોકો મોતને ભેટે છે:

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, જો વાત કરવામાં આવે તો વિશ્વમાં દર વર્ષે લગભગ 80 લાખ લોકો જ્યારે ભારતમાં દર વર્ષે 12 લાખ લોકોના મોત તમાકુના સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. જેમાં હૃદય રોગ, બ્રેઈન સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *