બાપ રે…! બાઈક સાથે પહાડ પરથી કુદી ગયો વ્યક્તિ અને પછી… – કઠણ કાળજા વાળા જ જુએ આ વિડીયો

વાયરલ(Viral): તમે સ્ટંટના ઘણા વિડીયો(Stunt video) જોયા હશે, પરંતુ હવે સોશિયલ મીડિયા(Social media) પર જે વિડીયો સામે આવ્યો છે તે જોઈને ઘણા લોકોના રુંવાડા બેઠા…

વાયરલ(Viral): તમે સ્ટંટના ઘણા વિડીયો(Stunt video) જોયા હશે, પરંતુ હવે સોશિયલ મીડિયા(Social media) પર જે વિડીયો સામે આવ્યો છે તે જોઈને ઘણા લોકોના રુંવાડા બેઠા થઇ ગયા છે. વાસ્તવમાં, વાયરલ વિડીયોમાં એક બાઇકર કંઈક કરતો જોવા મળે છે, જેને જોઈને લોકોએ તેને ગાંડો કહી દીધો. વિડિયોમાં, બાઇકર રેમ્પ પર હાઇ સ્પીડમાં તેની મોટરસાઇકલ ચલાવતી વખતે એક ટેકરી પરથી કૂદકો મારતો જોઈ શકાય છે. આ વિડીયો જોઇને એક ક્ષણ માટે શ્વાસ થંભી જશે.

તમને જણાવી દઈએ કે આ વિડીયો રેડ બુલના કેટલાક સ્ટંટનો એક ભાગ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટૂંકા એવા વિડિયોમાં તમે જોઈ શકો છો કે, સપાટ ટેકરીના છેડે એક વિશાળ રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના પર પુરપાટ ઝડપે મોટરસાઇકલ ચલાવતા એક બાઇકસવારે ટેકરી પરથી કૂદી પડયો હતો. આ વિડીયો જોઈને તમારું કાળજું કંપી ઉઠશે. કારણ કે, જ્યાંથી બાઈકર કૂદકો મારશે, તમે નીચેનો નજારો જોઈને દંગ રહી જશો. તો ચાલો જોઈએ આ અદ્ભુત સ્ટંટનો વીડિયો.

વિડિયોમાં જુઓ, બાઇકચાલકે કેવી રીતે માર્યો કૂદકો:
આ અદ્ભુત સ્ટંટ વીડિયોને ટ્વિટર પર @impressivevideo હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘આ પાગલપન છે.’ થોડી સેકન્ડની આ વિડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. 2 ઓક્ટોબરના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય નેટીઝન્સ પણ તેને જોરદાર રીતે શેર કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે.

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક સ્ટંટના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આવા ખતરનાક વિડીયો જયારે વાયરલ થાય ત્યારે ખરેખર તેને જોઇને સૌ કોઈના રુંવાડા બેઠા થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *