ગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ…

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ગુજરાતમાં જ્યાં પણ જાય છે ત્યાં લોકો ‘પરિવર્તન’ની વાતો કરે છે. તેમણે સમાજના વિવિધ વર્ગો સાથે વાતચીત કરી. એક હીરાના કારખાનાની મુલાકાત લીધી અને કેટલાક કામદારો સાથે તેમની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી.

સોમવારે સુરતમાં રાઘવ ચઢ્ઢાએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને એક જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભાને સંબોધતા ચઢ્ઢાએ કહ્યું કે, આ અભિયાન દરમિયાન હું રાજ્યની વિવિધ ગલીઓ અને ગામડાઓની મુલાકાત લઈ રહ્યો છું. અને દરેક જગ્યાએ લોકો કહી રહ્યા અમને માત્ર ત્રણ વસ્તુઓ જોઈએ છે- ‘પરિવર્તન પરિવર્તન અને પરિવર્તન’.

તેમણે કહ્યું કે, ‘આપ’ આમ લોકોની પાર્ટી છે. પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ચાલે છે, તેથી લોકો કંટાળી ગયા છે. પરંતુ હવે, તેઓએ એક સારો અને ઈમાનદાર વિકલ્પ શોધી કાઢ્યો છે. લોકો ઈચ્છે છે કે, જેમ દિલ્હી અને પંજાબમાં કામ સારું થયું તેમ ગુજરાત રાજ્યમાં પણ સારું કામ થાય.

તેમણે લોકોને યાદ અપાવ્યું કે, 2015માં આપની સરકાર બની તે પહેલાં, દિલ્હીના મતદારો પાસે કોઈ વિકલ્પ ન હતો, તેથી તેઓને 15 વર્ષ સુધી કોંગ્રેસ અને ભાજપને વારાફરતી સત્તામાં લાવવા મજબુર હતી. કહેવાય છે કે, કોંગ્રેસ સિવાય કોઈ અન્ય પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવી શકતી નહીં. પરંતુ જ્યારથી આપની સરકાર બની છે ત્યારથી દિલ્હીએ અન્ય કોઈ પાર્ટી તરફ નજર કરી નથી. એ જ રીતે પંજાબમાં અકાલી અને કોંગ્રેસની વારાફરતી સરકારોના 50 વર્ષના શાસનમાંથી લોકોએ પોતાને મુક્ત કરી લીધા છે. તેમણે કહ્યું કે, જો પંજાબીઓ અને દિલ્હીવાસીઓ સાચી રાજનીતિનો માર્ગ બતાવી શકતા હોય તો ગુજરાતીઓ કેવી રીતે પાછળ રહી શકે? જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે ત્યારે ગુજરાત અત્યાચાર સામે લડવામાં અગ્રેસર રહ્યું છે.

ગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે તેઓ ભાજપને પણ ઉથલાવી દેવા તૈયાર છે.”તે કોઈ ચમત્કારથી ઓછું નથી. ‘ડાયમંડ સિટી’ સુરતના લોકોના વખાણ કરતાં તેમણે કહ્યું કે, “હું ધન્ય છું કે મને તમારી સમસ્યાઓ સાંભળવાની અને તમારા બધા સાથે મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો. તમે બધા એક હીરા સમાન છો, આપ સૌ પોતપોતાના ક્ષેત્રમાં સખત મહેનત કરી રહ્યા છો. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે અમે ગુજરાતની સુધારણા માટે લગનથી કામ કરીશું.

તેમણે સત્તાધારી ભાજપ પાર્ટી અને કોંગ્રેસ પર આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ને હરાવવા માટે હાથ મિલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘આપ’ની વધતી જતી લોકપ્રિયતા અને IBના આ અહેવાલથી ભાજપ એટલી ડરી ગઈ છે કે તેમણે એક બિલ્ડિંગને બુલડોઝરથી ઉડાવી દીધું જ્યાં અરવિંદ કેજરીવાલ એક મીટિંગમાં આવવાના હતા. ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી નફરત અને બદલાની રાજનીતિને લોકો ક્યારેય સ્વીકારશે નહીં.

સાંસદે કહ્યું કે, ઇન્ટેલિજન્સ બ્યૂરોના એક રિપોર્ટ અનુસાર જો અત્યારે ચૂંટણી થાય તો ‘આપ’ની જીત થવાની શક્યતાઓ સૌથી વધુ છે. આથી “ભાજપ અને કોંગ્રેસે એકબીજા સાથે ગુપ્ત મીટીંગ કરવાનું શરૂ કર્યું છે,જેથી અમારી પ્રવૃત્તિઓને રોકી શકે. ભાજપ હવે કોંગ્રેસને પોતાનો આધાર મજબૂત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને ભાજપ વિરોધી મતો વિભાજિત થાય અને ‘આપ’ ગુજરાતમાં સરકાર બનાવી ન શકે.

ભાજપ આજકાલ કોંગ્રેસની નહીં, માત્ર ‘આપ’ ની આલોચના કરે છે. તેઓ ‘આપ’થી એટલા ડરેલા નથી જેટલા તેઓ ગુજરાતના લોકોથી ડરે છે, કારણ કે એક વખત આમ આદમી ઉભો થાય છે ત્યારે લોકશાહીમાં શક્તિશાળી શાસકોને પણ નીચે પાડી શકાય છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ કોંગ્રેસને મત આપીને પોતાનો મત ન બગાડો, કારણ કે તેનાથી તમને જ નુકસાન થશે અને ભાજપને તેની રણનીતિમાં સફળતા મળશે.

તેમણે ‘મફત રેવડી’ મુદ્દે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે એક તરફ તેઓ કહે છે કે મફતમાં કંઈ ન આપવું જોઈએ, તો બીજી તરફ તેઓ ગુજરાત ચૂંટણી પહેલા મફત રાશનનું વિતરણ કરી રહ્યા છે. આજે ભારતમાં ‘રેવડી’ના બે મોડલ છે. પહેલું ભાજપનું છે જેમાં તે તેના કોર્પોરેટ મિત્રોની લાખો કરોડોની લોન માફ કરે છે. તેઓ તેમના ધારાસભ્યો અને સાંસદોને લાખોની મફત વીજળી આપે છે, પરંતુ ગરીબોને મફત શિક્ષણ આપવામાં સમસ્યા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલની રેવડી જે ગરીબોને મફત આરોગ્ય સેવા અને વિશ્વસ્તરીય શિક્ષણ આપી રહી છે. ભાજપ ગરીબ વિરોધી પાર્ટી છે તેથી હવે સમય આવી ગયો છે કે તમે કઈ રેવડી પસંદ કરો છો. આ વખતે ગુજરાતમાં ‘પરિવર્તન’ લાવવા ‘આપ’ને મત આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *