મારામારીનો live વિડીયો કેમેરામાં કેદ: રસ્તા વચ્ચે બે મહિલાઓ એકબીજાને બાખડી પડી- એકબીજા પર જબરદસ્ત ચાલ્યા લાતો-મુક્કા

હરિયાણા: હાલમાં મારામારીના વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. તેવામાં ફરી એક વાર હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બસંતપુર ગામમાં 2 પક્ષો વચ્ચે મારા મારીની ઘટના સામે આવી છે. ગેરસમજને કારણે બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને લાતોથી મારા મારી થઈ હતી. બંને પરિવારની મહિલાઓ વચ્ચે રસ્તામાં જાહેરમાં ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઘટના બસંતપુર ગામના શિવ એન્ક્લેવની હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર હુમલાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, શિવ એન્ક્લેવમાં ઝઘડો થયો હતો. બે પક્ષો વચ્ચેની લડાઈનું કારણ શેરીની ગંદકી બની હતી. શેરીમાં ગંદકીની વાત પર ઝગડો ચાલુ થયો હતો. પરંતુ બીજા પક્ષને ગેરસમજ થઈ કે તેના ઘરની વાતો થઈ રહી છે. આ મામલો દલીલથી શરૂ થયો અને લડાઈમાં ફેરવાઈ ગયો હતો. બંને પક્ષોના પરિવારની મહિલાઓ વચ્ચે અચાનક મુક્કા અને માર મારવાનો મામલો શરૂ થઈ ગયો હતો.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પહેલા મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી લાતો અને મુક્કા બાજી શરૂ કરી હતી. ત્યારબાદ બંને તરફથી લડાઈ શરૂ થઈ ગઈ હતી. આ ઝઘડો એટલો વધી ગયો હતો કે, નજીકમાં રહેલા લોકો જયારે બચાવ માટે આવ્યા ત્યારે એ લોકો પણ એક બીજાસાથે લડવા લાગ્યા હતા. બધા લોકો અચાનક શેરીમાં લડાઈનો એક ભાગ બની ગયા હતા. હાલ પોલીસ આ મામલે બંને પક્ષોની ફરિયાદ પછી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *