કોરોનાની સાથે સાથે હવે તો મ્યુકોરમાઇકોસિસ જેવી જીવલેણ બીમારીના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે જે ખુબ જ ચિંતાજનક કહી શકાય. બીજી લહેરમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને જેને લીધે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને મ્યુકોરમાઇકોસિસને કારણે અનેક દર્દીઓ પર સર્જરી કરવામાં આવી છે.
ત્યારે હૈદરાબાદથી કોરોના સંક્રમણથી લોકોમાં સમય જતાં ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના લીધે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે. હવે હૈદરાબાદમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીના મગજમાં દુર્લભ સફેદ ફૂગનો ફોલ્લો એટલે કે એસ્પરગિલસ મળી આવ્યો છે. આ દર્દી ગત મે મહિનામાં કોરોનાથી સંક્રમિત થયો હતો. બીમારીના સમયે તેમને ફેફસામાં ખુબ જ સંક્રમણ ફેલાયું હતું અને બોલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
પછી સીટી સ્કેનથી જાણવા મળ્યું છે કે, દર્દીના મગજમાં ગંઠાઇ જવા જેવી રચનાઓ બની રહી છે. આ ગંઠાવાનું સતત સારવાર કરવામાં આવતી હતી છતાં પણ મટતું નહોતું. જ્યારે શસ્ત્રક્રિયા કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે સફેદ ફૂગ એક ફોલ્લો છે, જે ખૂબ જ ખતરનાક રોગ માનવામાં આવે છે.
હૈદરાબાદની સનશાઇન હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર પી. રંગનાથમ કહે છે કે આવા ફોલ્લા અત્યંત ખતરનાક હોય છે. ભારતમાં લગભગ આવા કોઈ કેસ નોંધાયા નથી. તેમણે કહ્યું કે આ એક અનોખો કેસ છે. સામાન્ય રીતે, ફંગલ ચેપ ડાયાબિટીસના દર્દીઓને ઝડપથી પકડે છે. પરંતુ આ દર્દીને ડાયાબિટીસની સમસ્યા નથી.
તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ કાળા ફૂગના કેસોમાં અચાનક વધારો થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેના દર્દીઓની સંખ્યા ઘણી વધારે હતી. આ પછી ફૂગના ઘણા સ્વરૂપો સામે આવ્યા છે. હવે હૈદરાબાદમાં સફેદ ફૂગ મળી આવ્યા બાદ ડોકટરો સામે એક નવો પડકાર ઊભો થયો છે. જો કે જેમ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટ્યું છે, તેવી જ રીતે કાળી ફૂગના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.