સુમુલ ડેરીની ભરતી પ્રક્રિયામાં ગોલમાલ? દર્શન નાયકે સરકારી દેખરેખ હેઠળ ભરતી કરાવવા કરી માંગ

સુરત ખાતે સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) કાર્યરત છે. જેમાં લાખો ખેડૂતો અને પશુપાલકો સભાસદો સભ્યપદ ધરાવે છે.પરંતુ સુરત જીલ્લા દૂધ ઉત્પાદક…

સુરત ખાતે સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) કાર્યરત છે. જેમાં લાખો ખેડૂતો અને પશુપાલકો સભાસદો સભ્યપદ ધરાવે છે.પરંતુ સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) જેવી સહકારી સંસ્થામાં રાજકીય દખલગીરી થઈ રહી હોવાને કારણે વહીવટ કર્તાઓ અને સભાસદો વચ્ચે વારંવાર વિવાદો સામે આવી રહ્યા છે તથા આ વિવાદો કોર્ટ-કચેરી સુધી પહોંચી રહ્યા છે અનેક વિવાદો આજે પણ કોર્ટમાં ચાલી રહ્યા હોવાથી સુમુલ ડેરીના વહીવટ કર્તાઓની વહીવટી કામગીરી બાબતે સભાસદોની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયક(Darshan Nayak) ફરી એકવાર લોકસમસ્યાને લઈને આગળ આવ્યા છે.

સુરતની સુમુલ ડેરીમાં સ્ટાફની ભરતી થવાની છે. ત્યારે ભરતીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ ભરતી કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ માંગને લઈને મુખ્યમંત્રીએ ભરતી બાબતે ચકાસણી કરવા માટે સૂચના આપી છે. સુમુલ ડેરીમાં સ્ટાફની ભરતી બાબતે ચકાસણી કરવા મુખ્યમંત્રીની સૂચના આવી છે. કોંગ્રેસ દ્વારા સુમુલ ડેરીમાં સ્ટાફની ભરતી રાજ્ય સરકારની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરાઈ હતી. મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસના અગ્રણી દર્શન નાયક(Darshan Nayak) દ્વારા ફરિયાદ કરાય હતી.

સુરત જીલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંધ લી. છે (સુમુલ ડેરી) ટેકનીકલ અનેનોન ટેકનીકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા ડેરીના વહીવટ કર્તાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ હતી. સ્ટાફ કે એજન્સીનાં બદલે રાજ્ય સરકાર દ્વારા ભરતી નક્કી થાય તેવી રજૂઆત કરાય હતી.(Darshan Nayak) જે બાદ સમગ્ર મામલાની તપાસ માટે મુખ્યમંત્રી તરફથી સુચના આપવામાં આવી છે. સચિવ (પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને સહકાર) કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને સચિવાલય, ગાંધીનગરને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *