Amarnath Yatra 2024: જો તમે આ વર્ષે અમરનાથ જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. બાબા બર્ફાનીના દર્શન કરવા ઈચ્છતા ભક્તો આજથી 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. સોમવાર, 15 એપ્રિલથી અમરનાથ યાત્રા(Amarnath Yatra 2024) માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થશે. હિંદુ કેલેન્ડર મુજબ, લોકો શ્રાવણ મહિનામાં શ્રાવણ મેળા દરમિયાન ‘બાબા બરફાની’ના દર્શન કરવા અમરનાથ યાત્રા પર પહોંચે છે. ત્યારે આવો, જાણીએ અમરનાથ યાત્રા સંબંધિત સંપૂર્ણ માહિતી.
અમરનાથ યાત્રા 2024 ની નોંધણી
અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી એટલે કે 15મી એપ્રિલ 2024થી શરૂ થઈ ગઈ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ માહિતી આપી છે કે અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
અમરનાથ યાત્રા માટે નોંધણી ફી કેટલી છે?
અમરનાથ યાત્રા 2024 માટે રજીસ્ટ્રેશન ફી 150 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે. અમરનાથ યાત્રા 2024 માટે નોંધણી ફી વેબસાઇટ પર દર્શાવેલ બેંક શાખાઓ દ્વારા ચૂકવી શકાય છે.
તમે અમરનાથ યાત્રા માટે ક્યાં નોંધણી કરાવી શકો છો?
જો તમે પણ આ વર્ષે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો તમે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://jksasb.nic.in પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સિવાય અમરનાથ શ્રાઈન બોર્ડની મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
અમરનાથ યાત્રા માટે વય મર્યાદા કેટલી છે?
અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવતા પહેલા, તમારે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ અને યાત્રા સંબંધિત નિયમોને સારી રીતે વાંચો. 13 વર્ષથી ઓછી ઉંમરના અથવા 70 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ અમરનાથ યાત્રામાં ભાગ લઈ શકશે નહીં. આ સિવાય 6 અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓ પણ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવતી નથી.
અમરનાથ યાત્રા આ માર્ગોથી થાય છે
52 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે. એક માર્ગ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ છે અને બીજો માર્ગ ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. શ્રીનગરથી 141 કિલોમીટર દૂર અને દરિયાની સપાટીથી 12,756 ફૂટની ઊંચાઈએ આવેલી અમરનાથ યાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા આવે છે.
બાબા બર્ફાનીની આરતીનું લાઈવ પ્રસારણ
29 જૂને અમરનાથ યાત્રા શરૂ થતાંની સાથે જ બાબા બર્ફાનીની પવિત્ર ગુફામાંથી સવાર-સાંજ આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, જેને તમે અમરનાથ શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ અને એપ પર ઘરે બેઠા પણ જોઈ શકો છો.
યાત્રા સમયે ઝરૂરી ડોક્યુમેન્ટ્સ
ઉલ્લેખનીય છે કે, યાત્રા દરમિયાન મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, RFID કાર્ડ, ટ્રાવેલ એપ્લિકેશન ફોર્મ સાથે રાખવુ જરૂરી છે. તો શારીરિક તંદુરસ્તીની દ્રષ્ટિએ, દરરોજ 4થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ, પ્રાણાયામ અને કસરત જેવા શ્વાસ યોગ અગાઉથી જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન વૂલન કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક્સ, પાણીની બોટલ અને જરૂરી દવાઓની થેલી સાથે રાખવી પણ હિતાવહ હોવાનું વારંવાર યાત્રા કરતા લોકોએ જણાવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App