દેશમાં માર્ગ અકસ્માતથી ફક્ત એક કલાકમાં એટલાં લોકોના મોત થાય છે કે, આંકડો જાણીને કોરોના પણ શરમાઈ જશે

દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે.…

દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. ચેન્નઈથી પોન્ડિચેરી, મુંબઈથી પુણે, મુંબઈથી ગોવા અથવા તો અમદાવાદથી બરોડાનો હાઈવે જોઇને આપને એવું લાગતુ હશે કે, ભારતમાં માર્ગ ખુબ સારા છે પરંતુ હકીકત તો એ છે કે, ભારતના માર્ગ વિશ્વમાં સૌથી ખરાબ છે.

આ વાત જે લોકો ગામડામાં રહે છે અથવા તો શહેરોમાં રહેતાં લોકોને પણ ખબર હશે કે, આપણા માર્ગ પર ડ્રાઇવિંગ કરવું એટલે મોતના કૂવામાં બાઇક ચલાવવા જેવું છે. બાઇક અથવા તો એક્ટિવા લઇને જતા હો તેમજ ખબર જ ના પડે ક્યાંકથી અચાનક એક એવો ખાડો આવી જાય અને આપણને રિતસરના મોતના દર્શન કરાવી દે. મળેલ આંકડા મુજબ ભારતના માર્ગ પર દર કલાકે અંદાજે 17 લોકોના મોત થાય છે. જો કે, આ આંકડા ગત વર્ષના છે પરંતુ આ વાત હાલમાં પણ એટલી જ યથાર્થ રહેલી છે.

દરરોજ કુલ 1,230 અકસ્માત, કુલ 414 લોકોના મોત:
‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ના ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી’ વર્ષ 2018 પ્રમાણે વર્ષ 2016માં સમગ્ર વિશ્વમાં માત્ર 1 વર્ષમાં કુલ 13.5 લાખ લોકોના મોત માર્ગ અકસ્માતને લીધે નીપજ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, 5 વર્ષથી લઈને 29 વર્ષ સુધીની ઉંમરમાં મોતનું સૌથી મોટું કારણ માર્ગ અકસ્માત છે.

ગત વર્ષના આ આંકડાઓ મુજબ રોજ કુલ 1,230 અકસ્માત થયા હતા. જેમાંથી કુલ 414 લોકોના મોત થયા હતા. દર કલાકે કુલ 51 અકસ્માતની સાથે કુલ 17 લોકોના મોત. મૃતકોમાં કુલ 57% લોકો એવાં હતા કે, જેઓ ચાલતા જઇ રહ્યા હતા, સાયકલ ચલાવી રહ્યા હતા અથવા તો બાઇક કે એક્ટિવા ચલાવી રહ્યા હતા. વિચારવાની વાત એ છે કે, અમેરિકા તથા જાપાનમાં ભારતથી પણ વધુ માર્ગ અકસ્માત થાય છે પણ મૃતકોની સંખ્યા બંને દેશ કરતા આપણા દેશમાં કુલ 4 ગણી વધુ રહેલી છે.

વર્ષ 2015ની સરખામણીમાં કુલ 50,000 થી ઓછા અકસ્માતો સર્જાયા:
સામાન્ય રીતે અચાનક આવતા વળાંકવાળા તેમજ વાંકાચુકા માર્ગ પર અકસ્માત થવાની સંભાવના તેમજ ભય વધુ રહે છે પણ સરકારી આંકડા મુજબ વધુ અકસ્માત માર્ગ પર થયા છે. આ અકસ્માતનો આંકડો કુલ 65.5% છે તથા એમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કુલ 66% છે. વર્ષ 2015ની સરખામણીમાં કુલ 50,000 થી ઓછા અકસ્માતો થયા છે પણ એની સામે કુલ 5,000 જેટલા મૃતકોમાં વધારો થયો છે.

અકસ્માતનો ભોગ બનનાર લોકોમાં યુવતીઓની સંખ્યા સૌથી વધુ:
જો કે, હવે માર્ગ અકસ્માતનો ભોગ બનનાર લોકોમાં મહિલાઓની સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્ષ 2017માં માર્ગ અકસ્માતનો ભોગ બનનાર લોકોમાં 18થી ઓછી ઉંમરની યુવતીઓની સંખ્યા કુલ 1,965 હતી. જે વર્ષ 2019માં વધારો થઈને કુલ 2,516 થઈ ગઈ છે એટલે કે, કુલ 30% નો વધારો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *