તારીખ 29 જુલાઈના આખા દિવસના મુખ્ય સમાચાર- વાંચો માત્ર એક ક્લિક પર

ભારતમાં વધુ એક વેક્સિન ને મળશે મંજૂરી, ઝાયડસ કેડિલાએ ઝાયકોવ-D વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી.

ભારતીય મેન્સ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન, આર્જેન્ટિનાનો 3-1 થી કર્યો પરાજય.

કેરળમાં લગાવ્યું બે દિવસનું લોકડાઉન, દેશમાં સૌથી વધુ ગેસ કેરળમાં, છેલ્લા ૨૪ કલાકમાં 22056 કેસ નોંધાયા, 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન.

રેલવે મંત્રાલયની મોટી જાહેરાત: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર આ ખેલાડીઓ અને કોચને રૂપિયા ત્રણ કરોડ સુધીના કેસ રેવોર્ડ, ઇન્ક્રિમેન્ટ અને પ્રમોશન મળશે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ઓલ ઇન્ડિયા કોટા અંતર્ગત સ્નાતક અનુસ્નાતક મેડિકલ અને ડેન્ટલ માં પ્રવેશ માટે ઓબીસી વર્ગને ૨૭ ટકા અને આર્થિક પછાત વર્ગને 10% અનામત.

સુરત શહેરમાં કોવિડ રસીકરણ માટે લાંબી લાઈનો લાગી: અઠવાલાઈન રસીકરણ કેન્દ્રમાં સુવિધાના અભાવે લોકો લાઈનમાં ચપ્પલ ગોઠવી રસીની રાહ જોતા જોવા મળ્યા.

દેશના અનેક રાજ્યોમાં આકાશમાંથી વરસી આફત: પાંચથી વધુ રાજ્યોમાં લેન્ડ સ્લાઈડ ની દુર્ઘટના,અમરનાથમાં વાદળ ફાટ્યું, હિમાચલમાં પહાડો તુટવાની દુર્ઘટના, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પહાડ તૂટતાં ૧૮ લોકોના મોત. પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની આગાહી.

સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા શહીદ થયા છે. જેથી આજે તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. સુરેન્દ્રનગરના લીલાપુર ગામના વતની અને છેલ્લા ચાર વર્ષોથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા કુલદીપ થડોદા નામના નેવીના જવાન હાલમાં INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા.

આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન સાથે Tokyo Olympics માંથી બહાર થઇ મેરી કોમ- મેચ હારીને પણ જીતી લીધું કરોડો ભારતીયોનું દિલ.

રેલવે વિભાગે સુરત રેલવે પ્લેટફોર્મ ટિકીટના ભાવ ઘટાડયા. સુરતથી જ રેલવે મંત્રી હોવા છતાં સુરતને ભાવવધારાનો બોજો આપતા થયો હતો વિરોધ. રેલવેના ડીઆરએમ એ કરી જાહેરાત, પ્લેટફોર્મ ટિકિટના ભાવ 30 રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *