રાજસ્થાન (Rajasthan) ના બિકાનેર માંથી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. બિકાનેર (Bikaner) માં પાંચ મહિનાની બાળકીને કેનાલમાં ફેંકી દેવાની ઘટના સામે આવી છે. આ પાંચ મહિનાની માસૂમને કોઈ બીજાએ નહી પણ તેના માતા-પિતાએ જ કેનાલમાં ફેંકી દીધી હતી. આઘાતજનક વાતતો એ છે કે પિતાએ પોતાની સરકારી નોકરી (Govt job) બચાવવા માટે બાળકીને કેનાલમાં ફેકી હતી.
પિતા ઝંવરલાલને કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરીમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે પુત્રી અંશિકાની હત્યા કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા આરોપો પિતા અને માતા બંનેની ધરપકડ કરી છે. ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે ઝંવરલાલ કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. પોલસને પૂછ-પરછમાં જાણવા મળ્યું કે આ હત્યામાં ઝંવરલાલે તેની પત્નીને પણ સામીલ કરી હતી. ઝંવરલાલ બે દિવસ પહેલાં છત્તરગઢમાં રહેતા તેના સાળાના ઘરે ગયો હતો. રવિવારે સાંજે સાળાના ઘરેથી દિયાતરા જતો હતો અને એ સમયે અંશિકાને કેનાલમાં ફેંકી દીધી હતી.
અંશિકાને કેનાલમાં ફેકીને દિયાતરા પોતાના ઘરે જવા રવાના થઇ ગયો હતો. ઝંવરલાલ તેની પત્ની અને અન્ય બે બાળક સાથે બાઇક પર હતો. રવિવારે સાંજે 5 વાગ્યે ઝંવરલાલ અને તેની પત્નીએ 5 મહિનાની અંશિકાને ઈન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટ (IGNP)માં ફેંકી દીધી હતી. જયારે ઝંવરલાલ બાળકીને કેનાલમાં ફેકતો હતો ત્યારે ત્યાં મોજુદ લોકોની નઝર ગઈ હતી અને ત્યારે લોકોએ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. લોકોની બૂમાબૂમ સાંભળીને માતા-પિતા ભાગી ગયાં હતાં.
ત્યાં મોજુદ લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી પણ ત્યાં સુધીમાં અંશિકાનું મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા જ છત્તરગઢ અને ખજુવાલા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. સબ-ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે ઝંવરલાલની બાઇક રોકી હતી. ત્યારે તેની સાથે પૂછ-પરછ કરવામાં આવી ત્યારે ઝંવરલાલએ કહ્યું કે સાલના ઘરે ગયો હતો. ઝંવરલાલની વાત પર શંકા જતાં મુકેશ કુમારે તેનો ફોટો પાડી લીધો હતો.
મુકેશ કુમારે બાઇકનો પણ ફોટો પાડી લીધો હતો. પોલીસે ઝંવરલાલના આધારકાર્ડનો ફોટો પણ ફોનમાંથી લઇ લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેને જવા દીધો હતો. ત્યાર બાદ આ વાત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને દિયાતરાના લોકો પાસેથી ઝંવરલાલની માહિતી લેવામાં આવી હતી. ત્યારબાદ આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની પૂછ-પરછમાં જાણવા મળ્યું કે, ઝંવરલાલએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાનાં બે બાળકો હોવાનું એફિડેવિટ આપ્યું હતું. ઝંવરલાલને દર હતો કે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તે તે કાયમી નહીં થાય. અને તેથી તેણે એક બાળકીને કેનાલમાં ફેંકીને તેની હત્યા કરી દીધી હતી. હાલ પોલીસે ફરિયાદ નોધીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.