લખનઉ (Lucknow) માં એક દીકરી 10 દિવસ સુધી માતાના મૃતદેહ સાથે ઘરમાં બેસી રહી. જ્યારે સ્થાનિક રહીશોને ખબર પડી કે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે અને પુત્રી ઘરમાં જ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના નિવૃત્ત એન્જિનિયર સુનીતા દીક્ષિત તેની માત્ર 26 વર્ષની પુત્રી અંકિતા સાથે ઈન્દિરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મયુર રેસિડેન્સી બંગલા નંબર-26માં રહેતી હતી. તે કેન્સરથી પીડિત હતી અને 10 વર્ષ પહેલા તેના પતિ રજનીશ દીક્ષિતથી છૂટાછેડા લીધા હતા.
સુનીતા અને તેની પુત્રીની સ્થાનિકોએ છેલ્લા 10 દિવસ કોઈ હિલચાલ જોઈ નહોતી. તે દરમિયાન ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘરની અંદર પહોંચેલી પોલીસે જોયું કે પુત્રી અંકિતા એક રૂમમાં હાજર હતી, જ્યારે તેની માતા સુનીતા બીજા રૂમમાં બંધ હતી. પોલીસે રૂમની ચાવી માંગી તો પુત્રીએ આપી ન હતી. આ દરમિયાન પોલીસ દરવાજો તોડીને અંદર પહોંચી તો જોયું કે મહિલાની લાશ પડી હતી. પોલીસે અંદાજે દસ દિવસ જુની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર માતા-પુત્રી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પૂછપરછ દરમિયાન પુત્રીએ જણાવ્યું કે એક છોકરો માતાને મળવા આવતો હતો, જેને લઈને પુત્રી અને માતા વચ્ચે બોલાચાલી થતી હતી. જોકે, પોલીસને મૃતદેહની નજીકથી કાચના કેટલાક ટુકડા પણ મળ્યા છે. આ મામલામાં મેલીવિદ્યાનો એંગલ પણ જોવામાં આવી રહ્યો છે. પરંતુ મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
પોલીસ કમિશનર ડીકે ઠાકુરના જણાવ્યા અનુસાર, મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેની નજીકમાં રહેતા લોકોએ જાણ કરી છે. જોકે દીકરી ઘરમાં હાજર હતી. લાશ લગભગ 10 દિવસ જૂની હતી. પૂછપરછ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં હજુ સુધી શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. જોકે, મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.