હાલ ફરી એકવાર ડોન દાઉદ ઈબ્રાહીમ(Dawood Ibrahim) ચર્ચાનો વિષય બન્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ટેરર ફંડિંગ કેસની તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે દાઉદ દ્વારા આંતકીને મદદ કરવા માટે હવાલા મારફતે નાણાં મોકલાવવામાં આવતા હતા. દુબઈ(Dubai) અને સુરત(Surat) થઈને મુંબઈ(Mumbai) ખાતે આ નાણા મોકલવામાં આવ્યા હતા. જેને લઈને એનઆઇએ(NIA) દ્વારા દાઉદ ઈબ્રાહીમ, છોટા શકીલ તેના સાળા મોહમ્મદ સલામ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ અને બંને શેખ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
25 લાખ રૂપિયા મુંબઈ મોકલ્યા હતા:
માહિતી મળી આવી છે કે, આ રકમ માટે કોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ NIA દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં સ્પષ્ટ લખાયું છે કે, ડી કંપની ફરી એકવાર મુંબઈમાં પોતાનું ટેરર સિન્ડિકેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ ચાર્જશીટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેવી રીતે દાહોદ ઇબ્રાહીમ હવાલા દ્વારા દેશમાં રૂપિયા મોકલતો હતો. જેથી કરીને અહીં આંતકવાદી ગતિવિધિઓ કરી શકાય.
4 વર્ષમાં 13 કરોડ રૂપિયા મોકલ્યા:
વધુમાં દાઉદ ઈબ્રાહીમ દ્વારા અંડરવર્લ્ડ આતંકી ષડયંત્રને અંજામ આપવા માટે 25 લાખ રૂપિયા મુંબઈ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ પૈસા સુરત થઈને ભારત પહોંચ્યા હતા અને ત્યારબાદ મુંબઈ આવ્યા હતા. ચાર્જશીટ મુજબ હવાલા દ્વારા મોકલવામાં આવેલ આ નાણાં આરીફ શેખ તેમજ સબીર શેખને પહોંચાડવામાં આવ્યા હતા. આ સિવાય ચાર વર્ષમાં લગભગ 12 થી 13 કરોડ રૂપિયા માટે હવાલા દ્વારા ભારત મોકલવામાં આવ્યા છે.
અંગે જાણવા મળ્યું છે કે, હવાલા દ્વારા આવેલ 25 લાખ રૂપિયા માંથી પાંચ લાખ રૂપિયા શબ્બીરે રાખ્યા હતા અને બાકીના રૂપિયા આરીફને સાક્ષીની સામે આપ્યા હતા. શબ્બીરે રાખેલા પાંચ લાખ રૂપિયા 9 મે, 2022 ના રોજ તેના ઘરની તલાશી દરમિયાન મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.