ફેસબુક પર મિત્રતા કરવી યુવતીને મોંઘી પડી, લગ્નની લાલચે હોટલમાં લઇ જઈ આચર્યું સામુહિક દુષ્કર્મ

રાજસ્થાનના જોધપુર (Rajasthan Jodhpur) ની એક યુવતી પર તેના જ મિત્ર અને બીજા યુવકે લગ્નના બહાને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ તેના પરિવારજનોને…

રાજસ્થાનના જોધપુર (Rajasthan Jodhpur) ની એક યુવતી પર તેના જ મિત્ર અને બીજા યુવકે લગ્નના બહાને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એડીસીપી નિશાંત ભારદ્વાજે જણાવ્યું કે, ઉદયમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની 24 વર્ષની યુવતીની જયપુરના રવિન્દ્ર સિંહ સાથે 25 નવેમ્બર 2021ના રોજ ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી. આ પછી બંને વચ્ચે નિકટતા વધવા લાગી. રવિન્દ્ર સિંહે યુવતીને કહ્યું કે તે જલ્દી લગ્ન કરશે. ગયા વર્ષે 25 નવેમ્બરે રવિન્દ્ર સિંહ યુવતીને ‘રાય કા બાગ’ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતો. જે બાદ યુવતી ગર્ભવતી બની હતી. આ પછી રવિન્દ્ર સિંહે તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.

22 મેના રોજ રવિન્દ્ર સિંહ જોધપુર પહોંચ્યો અને યુવતીને હોટલમાં બોલાવી. રવીન્દ્રનો એક મિત્ર પણ હતો. આરોપ છે કે રવિન્દ્ર અને તેના મિત્રએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને તેને મારપીટ પણ કરી હતી. યુવતીએ આ ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. આ પછી આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે યુવતીનું મેડિકલ કરાવ્યું છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

જોધપુર પોલીસ કમિશનરેટના એડીસીપી નિશાંત ભારદ્વાજ આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પીડિતાએ રિપોર્ટ નોંધાવ્યો છે. તેણે યુવક સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી. મિત્રતા પછી તે છોકરો જોધપુર આવ્યો. લગ્નના બહાને વન રાય કા બાગ હોટલમાં પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. રેડિસન હોટલમાં પણ લગ્નના બહાને તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *