Fashion Designer Muskan Narang Suicide: ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સિવિલ લાઇન વિસ્તારમાં ફેશન ડિઝાઇનર( Fashion Designer) અને મોડલ (model) મુસ્કાન નારંગ (Muskan Narang)ની લાશ બેડરૂમમાં લટકતી મળી આવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એક દિવસ પહેલા મુસ્કાન નારંગે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, થાણા સિવિલ લાઈન્સ વિસ્તારના રામ ગંગા વિહાર કોલોનીમાં રહેતા 25 વર્ષીય મુસ્કાન નારંગે દેહરાદૂનથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. આ પછી તે મુંબઈમાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી. મુસ્કાન હોળી પર તેના ઘરે આવી હતી, ત્યારથી તે અહીં રહેતી હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગુરુવારે મુસ્કાને બધા સાથે ડિનર કર્યું અને તે પછી તે બેડરૂમમાં સૂઈ ગઈ. શુક્રવારે સવારે તેણે દરવાજો ન ખોલતાં પરિવારજનોએ રૂમમાં જોયું તો ચોંકી ઉઠ્યા હતા, તે સમયે મુસ્કાન ફાંસી પર લટકતી હતી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મુસ્કાનના મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
ફેશન ડિઝાઇનર અને મોડલ મુસ્કાન નારંગે તેના મૃત્યુના એક દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મુસ્કાન નારંગે વિડિયો શરૂ કર્યો જાણે તેનો છેલ્લો વીડિયો હોય. વીડિયોની શરૂઆતમાં મુસ્કાને કહ્યું- “તો આજે કદાચ આ મારો છેલ્લો વીડિયો હશે. તે પછી તમે મને જોઈ શકશો નહીં. લોકો કહે છે કે તમારી જિંદગીની સમસ્યાઓ શેર કરો, શેર કરવાથી બધું ઠીક થઈ જાય છે, પરંતુ આવું કંઈ નથી. થયું.”
મુસ્કાને વીડિયોમાં આગળ કહ્યું- ‘મેં ઘણી કોશિશ કરી. બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બહેનો, માતા-પિતા, મિત્રો, પણ બધા મને ઊલટું સમજાવે છે. આજે હું જે કરી રહી છું, એ હું મારી ઈચ્છા પ્રમાણે બધું કરી રહી છું, અન્ય કોઈનો વાક નથી. તેથી કૃપા કરીને મારા ગયા પછી બીજા કોઈને દોષ ન આપો. લોકો કહે છે કે તમારામાં આત્મવિશ્વાસ નથી. આ કહ્યા પછી મુસ્કાને આખી વાત ફેરવી નાખી અને રમુજી મૂડમાં વીડિયોનો અંત કર્યો.
મુસ્કાન નારંગના પરિવારમાં ત્રણ બહેનો, એક ભાઈ અને માતા-પિતા છે. તેમથી મુસ્કાન સૌથી મોતી હતી. મુસ્કાનના પિતા ડિસ્પોઝેબલ ક્રોકરીના બિઝનેસમેન છે. મુસ્કાનના મૃત્યુ બાદ પરિવાર આઘાતમાં છે, હાલ પરિવારના લોકો કશું બોલી શકવાની સ્થિતિમાં નથી.
View this post on Instagram
અખિલેશ ભદોરિયા એસપી સિટીએ જણાવ્યું કે સિવિલ લાઇન વિસ્તારમાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે સંબંધીઓને પૂછપરછ કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે તે મુંબઈમાં કામ કરતી હતી, તેણી અહીં પાછી આવી હતી. કેટલાક કારણોસરતે પરેશાન હતી, પરંતુ કારણો વિશે જણાવ્યું ન હતું.
એસપીએ કહ્યું કે હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિજનોનું કહેવું છે કે, તેણે માનસિક ત્રાસથી આપઘાત કર્યો છે. એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા મુસ્કાનના વીડિયો અંગે પોલીસનું કહેવું છે કે તે કોઈને કોઈ રીતે માનસિક રીતે પરેશાન હશે, ત્યાર બાદ તેણે વીડિયો બનાવ્યો. મુસ્કાનના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.