બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ના નામે ગુજરાતમાં કોણ ઉઘરાવી ગયું રૂપિયા? જાણો હવે શું કરી જાહેરાત

હાલમાં ગુજરાત પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) હવે લોકો સમક્ષ ખુલાસો કરવો પડ્યો છે કે પોતે કોઈ જગ્યાએથી દાન કે ધન લેતા નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકીને જાહેરાત કરવી પડી છે.

આવું એટલા માટે કરવું પડ્યું છે, કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) નામે શહેર અને જિલ્લામાં બાગેશ્વર સરકારના નામે લોકોએ સમિતિ અને મંડળ બનાવી નાખ્યા છે અને આ મંડળ અને સમિતિના નામે બાગેશ્વર ધામના દરબારમાં આવવા માટે રકમ ઉઘરાણી કરાઈ છે. ત્યારે બાગેશ્વર ધામ સરકાર વતી જાહેરાત કરાઈ છે કે તેઓ કોઈ ફાળો ઉઘરાવતા નથી. તેથી આવી સમિતિઓને પૈસા આપવા નહિ.

સોશિયલ મીડિયાના માધ્યમ થીબાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું છે કે: महत्वपूर्ण जानकारी….
हर शहर हर क़स्बे में बागेश्वर धाम के नाम से समिति मण्डल का निर्माण किया जा रहा है कोई भी पदाधिकारी बन जा रहा है कोई अध्यक्ष बन जा रहा है…धाम को सूचना मिली है पूज्य सरकार के नाम पर चंदा-धन भी लोगो से माँगा जा रहा है ये ग़लत है…बागेश्वर धाम पूर्णतः निःशुल्क है था और रहेगा…किसी भी समिति या मण्डल को सरकार या धाम की तरफ़ से अधिकृत नहीं किया गया है अतः आप सभी से विनम्र अनुरोध है बागेश्वर धाम के नाम से अगर आपसे कोई पैसा या कोई सहायता माँगे आप मना कर दे और बागेश्वर धाम जन सेवा समिति को सूचित करे-बागेश्वर धाम जन सेवा समिति

ઉલ્લેખનીય છે કે, સુરતના ખાનગી હોટલની અંદર દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણકારી મુજબ તેમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, 50,000 રૂપિયાનો એક પાસ આપવામાં આવ્યો છે. તેમજ પાસ માટે 5 લાખ રૂપિયા સુધી પણ ઉદ્યોગપતિઓએ ચૂકવ્યા હોવાની વાત વહેતી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *