બેહરી મૂંગી મહિલા પર થયો બળાત્કાર, લોકોએ આરોપીના ઘરમાં ચાંપી દીધી આગ; જાણો સમગ્ર ઘટના

Jharkhand News: ઝારખંડના ધનાબાદમાંથી શર્મસાર કરનારી ઘટના સામે આવી રહી છે. ઘટના એવી છે કે ધનાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ બહેરી મૂંગી મહિલા (Jharkhand News) સાથે કથિત રીતે બળાત્કાર કર્યો છે. જેના બાદ આક્રોશ પામેલી પબ્લિકે આરોપીના ઘરને આગ લગાવી દીધી છે.

ધનાબાદ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ રવિવારની સાંજે મહિલાને ગતિ રીતે પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.

સરાયઢેલા પોલીસ સ્ટેશનના પ્રભારી નૂતન મોદીએ જણાવ્યું કે આરોપીએ બહેરી મૂંગી મહિલા સાથે કથિત રીતે બળાત્કાર કર્યો છે. ત્યારબાદ સોમવારના રોજ સવારે પીડિત મહિલાને તરછોડી દીધી હતી. પીડિત મહિલાએ પોતાના માતા પિતાને સાંકેતિક ભાષામાં સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આરોપીની ધરપકડ કરે પોલીસ
પીડિત મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેમને રવિવારની મોડી રાત્રે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સોમવારની સવારે આ ખબર ફેલાતા સ્થાનિક લોકોએ આરોપીઓના ઘરનો ઘેરાવો કરી લીધો અને તેની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગણી કરી હતી. ધનાબાદ પોલીસ એ આરોપીને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે તેવું આશ્વાસન આપી લોકોને શાંત કર્યા હતા.

ભડકેલી ભીડે આરોપીનું ઘર સળગાવ્યું
જનાબાદ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સાંજ સુધી આરોપીની ધરપકડ ન થવાને લીધે સોમવારની સવારે ભીડ જમા થઈ ગઈ અને આરોપીના ઘરમાં આગ લગાવી દીધી હતી. ત્યાં સુધી પોલીસ અને અગ્નિશામક વિભાગ પહોંચે ત્યાં સુધીમાં તો તેનું ઘર બળી ચૂક્યું હતું. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આરોપી હાલમાં ફરાર છે અને તેની ધરપકડ માટે અલગ અલગ જગ્યાએ પોલીસ ટીમ રવાના થઈ ચૂકી છે. હાલમાં પોલીસે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.