મોત આવે પણ આવી ગર્લફ્રેન્ડ ન આવે… – આ વીડિયો જોઈ કહેશો ‘આના કરતા વાંઢા રહેવું સારું’

અવાર નવાર સોશિયલ મીડિયા(Social media) પર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા જ હોય છે. જેમાં ઘણા વિડીયો રમૂજી હોય છે, તો અમુક વિડિયો ખૂબ જ ચકાવનારા હોય છે. ત્યારે હાલ આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાઈક સવાર કપલે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં છોકરી કંઈક એવું કરે છે કે જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર પ્રતિક્રિયા આપતા કહે છે કે, ‘મોત ભલે આવે પરંતુ આવી ગર્લફ્રેન્ડ ન આવે, હું સિંગલ જ ઠીક છું.’ આ વિડીયો જોઈને તમે પણ ખખડી પડશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કપલ બાઈક પર જઈ રહ્યું છે. જેમાં પાછળ બેઠેલી ગર્લફ્રેન્ડ વિડિયો બ્લોગ બનાવવામાં વ્યસ્ત હોય છે. આ દરમિયાન તે તેના બોયફ્રેન્ડને કંઈક કહેતી હોય છે. ત્યારબાદ ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને મોબાઇલમાં જોઈને વાત કરવાનું કહે છે, જ્યારે છોકરો બાઈક ચલાવી રહ્યો હતો. બાઈક ચલાવતા દરમિયાન તે મોબાઇલમાં જોઈ શકતો નથી, પરંતુ યુવતી નવા વારંવાર કહેવા પર તે મોબાઈલમાં જોવે છે. મોબાઇલમાં જોતાની સાથે જ બંને પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Meme central (@memecentral.backup)

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર memecentral.backup નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઇને યુઝરે કેપ્શનમાં લખ્યું છે, હે બહેન. એક દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને લાખો વખત જોવામાં આવ્યો છે.

આ વિડીયો જોઇને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ભાઈ શું દર્દ છે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, હું સિંગલ ઠીક છું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, બહેન કૃપા કરીને આગલી વખતે આવું બિલકુલ ન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *