મેડીકલ ઇમરજન્સીનો પાસ હોવા છતાં પોલીસે આગળ જવા ન દેતા સ્થળ પર જ વૃદ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ

કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં lockdown ચાલી રહ્યું છે. તેમજ lockdown ના કારણે સામાન્ય લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઉમરીયાથી એક એવી દર્દનાક ખબર સામે આવી રહી છે. જ્યાં ઈ પાસ હોવા છતાં બિમાર વૃદ્ધને છત્તીસગઢની બોર્ડર ક્રોસ કરવા દેવામાં ન આવી. ઘટનાસ્થળ પર વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું.

મધ્યપ્રદેશના ઉમરીયા જિલ્લાના ૭૬ વર્ષીય કેશવ મિશ્ર હ્રદય ના દર્દી હતા. તેમની સારવાર માટે તેમના ભાઈએ ઈ-પાસ પણ મેળવ્યો હતો અને પરિવારના સભ્યો તેને લઈને વિલાસપુર સ્થિત apollo hospital જઈ રહ્યા હતા. પરંતુ  જિલ્લાની બોર્ડર પર છત્તીસગઢ મધ્યપ્રદેશના બોર્ડર પર હાજર રહેલા છત્તીસગઢના અધિકારીઓએ તેમને આગળ ન જવા દીધા.

૭૬ વર્ષીય વૃદ્ધ પણ હાથ જોડી બોર્ડર પર રહેલા અધિકારીઓને બોર્ડર ને પેલે પાર જવાની વિનંતી કરવા લાગ્યા. પરંતુ તેમને આગળ ન જવા દેવામાં આવ્યા. એવામાં ત્યાં સ્થળ પર જ આવેલા હાર્ટ અટેકના કારણે મિશ્રનો જીવ ચાલ્યો ગયો. કારમાં થયેલ મૃત્યુના દુઃખ સાથે પરિવાર પાછો ફરી ગયો. પરંતુ બોર્ડર પર થયેલા મૃત્યુ એ બંને પ્રદેશની સીમા પર રહેલા અધિકારીઓએ માનવતાને નજર અંદાજ કરવાની વધુ એક ઘટના સામે આવી.

પરિવારનો આરોપ છે કે છત્તીસગઢ પોલીસની સંવેદનહીનતાને લીધે કલાકો સુધી વાહનને રોકી રાખ્યું અને જાણી જોઇને સમય વ્યતીત કરવામાં આવ્યો. જ્યારે પરિવારના સભ્યો બોર્ડર પર રહેલા અધિકારીઓને હાથ જોડી નિવેદન કરતા રહ્યા અને ઇ પાસ બતાવતા રહ્યા. પરંતુ તેમનું કંઈ સાંભળવામાં ન આવ્યું. જેના લીધે વૃદ્ધ દર્દીનું મૃત્યુ થઈ ગયું.

મૃતકના પરિવાર છત્તીસગઢ સરકાર પાસેથી ન્યાયની માંગણી કરી રહ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળ પર પહોંચેલા મહેન્દ્રગઢ એસડીએમ આર પી ચૌહાણએ બોર્ડર પર રહેલા અધિકારીઓનો પક્ષ રાખતા તેમને ઘટનાસ્થળેથી રવાના કરી દીધા અને બાદમાં ઉતાવળમાં એમ્બ્યુલન્સથી મૃતક રીટાયર્ડ શિક્ષક પ્રસાદ મિશ્રની લાશને ઘરે પહોંચાડવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *