કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારે ખેડૂતોના ખાતામાં 1500 કરોડ નાખ્યા, હજુ 4200 કરોડ આપશે

પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજમાં ખેડૂતો અથવા શ્રમિકોને તેમના ખાતામાં કોઈ સીધો આર્થિક લાભ આપવામાં નથી આવ્યો. ત્યારે કોંગ્રેસ શાસિત છત્તીસગઢ રાજ્ય દેશનું પ્રથમ એવું રાજ્ય…

પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજમાં ખેડૂતો અથવા શ્રમિકોને તેમના ખાતામાં કોઈ સીધો આર્થિક લાભ આપવામાં નથી આવ્યો. ત્યારે કોંગ્રેસ શાસિત છત્તીસગઢ રાજ્ય દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે કે જેણે પોતાના ખેડૂતોને આર્થીક લાભ આપ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્ય તિથિ નિમિતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી છત્તીસગઢના ખેડૂતો માટે રાજીવ ગાંધી ન્યાય યોજના શરૂ કરી છે. આ પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આવી ક્રાંતિકારી યોજના રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલી હશે.

રાજીવ ગાંધી ન્યાય યોજના અંતર્ગત છત્તીસગઢની કોંગ્રેસ સરકાર રાજ્યના ખેડૂતોના ખાતામાં 5,700 કરોડની રકમ જમા કરાવાશે. છત્તીસગઢ દેશનું પહેલું રાજ્ય બનવા જઇ રહ્યું છે જે કોરોના સંકટના સમયે ખેડૂતોને આર્થિક મદદ કરી રહ્યું છે. સીએમ હાઉસમાં ગુરૂવારે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સીએમ ભૂપેશ બઘેલ સહિત તમામ પ્રધાનોની ઉપસ્થિતિમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

આ યોજનાથી છત્તીસગઢના 19 લાખ ખેડૂતોને લીધો લાભ મળશે. લાભાર્થીઓમાં 9 લાખ 53 હજાર 706 સીમાંત ખેડૂતો, 5 લાખ 60 હજાર 285 નાના ખેડૂતો અને 3 લાખ 844 મોટા ખેડૂતોને લાભ મળશે. બધા લોકોના ખાતામાં પહેલો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. સાથે 18.43 કરોડ રૂપિયા શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મળ્યા છે. સીએમ ભૂપેશ બધેલે આ અવસરે કહ્યું આનાથી ખેડૂતોનું આવક વધશે.

આ યોજનાની ઘોષણા સાથે જ 1500 કરોડનો પહેલા હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યો છે. ખેડૂતોને આ યોજનાનો લાભ 4 હપ્તામાં મળશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ખેડૂતોને લોનની નહિ, પરંતુ સીધા આર્થિક લાભની જરૂર છે. કોંગ્રેસ ખેડૂતોને સીધો આર્થિક લાભ પહોંચાડી રહી છે. આ યોજના માટે રાહુલે છત્તીસગઢની કોંગ્રેસ સરકારના વખાણ પણ કર્યા. રાહુલે કહ્યું કે કોરોના કાળમાં અમે ખેડૂતોની મદદ કરવામાં પાછળ નહિ હટિયે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *