Accident in Canada: કેનેડામાં ગુજરાતીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં કેનેડામાં રહેતા ગુજરાતી સમુદાયે પોતાની મદદની ભાવના અને એકતા દેખાડીને પ્રશંસનીય કામગીરી કરી છે. તાજેતરમાં કેનેડામાં 23 વર્ષીય જશ જિતેનકુમાર પટેલનું કેનેડા ડેના રોજ ડૂબી જવાના કારણે મોત(Accident in Canada) થયું હતું. તેના મૃતદેહને ભારત મોકલવા માટે ફંડ એકઠું કરવા તેમણે સાથે મળીને પ્રયાસો કર્યા હતા અને ફંડ એકત્ર કર્યું હતું અને તે યુવકના મૃતદેહને ભારત રાવણ કર્યો હતો . ત્યારે યુવકનો મૃતદેહ પરત ફરતા પરિવારમાં ભારે આક્રન્દ છવાયો હતો.
નદીમાં કરંટ આવતા તે પાણીમાં ડૂબ્યો
મળતી માહિતી પ્રમાણે જશ પટેલ સુરત નજીકના મકના ગામનો રહેવાસી હતો અને તે પીટરબોરોમાં ફ્લેમિંગ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે સાથે તે વોલમાર્ટમાં પાર્ટ-ટાઈમ જોબ પણ કરતો હતો.1 જુલાઈના રોજ, ઓટોનાબી નદી પાસે મિત્રો સાથે કેનેડા ડેની ઉજવણી ચાલી રહી હતી.
તે સમયે નદીમાં કરંટ આવતા તે પાણીમાં ડૂબ્યો હતો. જશ નાના તળાવના છેડેથી પાણીમાં પ્રવેશ્યો હતો અને થોડી જ મિનિટોમાં કરંટ તેને પકડી લીધો હતો. મદદ માટે તેની બૂમો સાંભળીને, જશના મિત્રો નજીકના રેલ્વે બ્રિજ પર દોડી ગયા અને તેમાંથી બે તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરતા નદીમાં ડૂબકી મારી, પરંતુ તે વહી ગયો.
મિત્રોએ ફંડ એકત્ર કરી લાશને ભારત મોકલી
પોતાની નજર સમક્ષ પોતાનો મિત્ર તણાઈ જવાથી તેના મિત્રો ભારે આઘાત પામ્યા હતા. જોકે, તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કર્યો હતો પરંતુ ઘણા પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો. તેના બીજા દિવસે ડાઈવર્સની મદદથી તેના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. મિત્રોએ જશના મૃતદેહને ભારત મોકલવા માટે GoFundMe પર ક્રાઉડ ફન્ડિંગ માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમના આ અભિયાનને ગુજરાતી સમુદાય અને સ્થાનિક કેનેડિયન બંને તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તેમને 70,000 કેનેડિયન ડોલરની જરૂર હતી અને થોડા દિવસોની અંદર જ 48,000 કેનેડિયન ડોલર એકત્ર થઈ ગયા હતા.
આ અગાઉ પણ આવી ઘટના બની હતી
આ વર્ષની શરૂઆતમાં પણ આવી જ ઘટના બની હતી. આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં 20 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થી મીત પટેલે બ્રેમ્પટનમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. આર્થિક સંકડામણનો સામનો કરતા તેના પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના મૃતદેહને પરત લાવવા માટે સંઘર્ષ કર્યો. જોકે, કેનેડામાં ગુજરાતી સમુદાય ફરી એકવાર આગળ આવ્યો હતો અને ક્રાઉડફંડિંગ દ્વારા સફળતાપૂર્વક ભંડોળ ઊભું કર્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App