આ કહેવત તો તમે સાંભળી જ હશે કે,”રામ રાખે તેને કોણ ચાખે” હાલ આ કહેવત ગોંડલમાં યથાર્થ થવા પામી છે. ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામથી કમઢીયા જતા માર્ગ પર ભાદર નદીના 25 ફૂટ ઊંચા પુલ પરથી આત્મહત્યા કરવા મહિલાએ છલાંગ લગાવી હતી. એ જ સમયે ત્યાં બાઈક ઉપરથી પસાર થતા બે યુવાનોએ નદીના પાણીમાં ઉતરીને મહિલાનો જીવ બચાવીને સરાહનીય કાર્ય કર્યું હતું.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા 25 વર્ષની કાજલબેન અશોકભાઈ મેઘના કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા ભાદર નદીના 25 ફૂટ ઊંચા પુલ ઉપરથી પાણીમાં છલાંગ લગાવી હતી તેવું જાણવા મળ્યું છે.
સદનસીબે એ જ સમયે ગોંડલ ભગવતપરામાં રહેતા સાગર રમેશભાઈ વાવડીયા અને તેના કૌટુંબિક ભાઇ રાહુલ કાળુભાઈ વાવડીયા જામવાડી વાળા ભગુડા માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે પસાર થતી વખતે યુવતીને આત્મહત્યા કરતાં જોઈ જતા તેમણે તરત જ બાઈક ઉભી રાખી હતી.
યુવતીને છલાંગ લગાવતા જોઇને બન્ને યુવાનોએ જરા પણ રાહ જોયા વગર નદીના પાણીમાં ઉતરી મહિલાનો જીવ બચાવીને તેને સારવાર માટે સરકારી દવાખાને લઇ ગયા હતા. આ બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ નિવેદન નોંધવા સરકારી દવાખાને પહોંચી હતી. ત્યારબાદ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે અંગેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle