ગળામાં માળા પહેરવાનો આધ્યાત્મિક મહત્વ છે. જો તમે વિશેષ રત્ન વગેરેની માળા ધારણ કરો છો તો તમને તેના અનુસાર મન, રક્તપ્રવાહ, વાત સંસ્થાન અને સંવેદનાથી જોડાયેલા લાભ પ્રાપ્ત થાય છે. આ વાત તો તમે પણ માનો છો કે રુદ્રાક્ષની માળાથી લક્ષ્મી, સરસ્વતી, ગણેશ, રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ તથા નવગ્રહ વગેરેની સાધના કરવામાં આવે તો મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે એક માળા છે જે ધારણ કરવાથી મૃત્યુ મનુષ્યથી દૂર રહે છે. આ મારા ભગવાન શ્રીરામ પણ ધારણ કરતા હતા. અમે વાત કરી રહ્યા છીએ હનુમાન કવચ ધારણ કરવાની.
મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી તે જલદી પ્રસન્ન થાય છે. તે દિવસે જો તમે હનુમાનજીની કેટલીક વિશેષ ફળ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખો છો તો તેની પૂરી વિધિ-વિધાનથી આરાધના કરો. તમને તમારા મનમાં ગમે તે ફળ અવશ્ય મળે છે. કહેવામાં આવે છે કે સદીઓ બાદ પણ હનુમાનજી જીવીત છે. માતા સીતાના વરદાનના કારણે હનુમાનજીની આજ પણ પૃથ્વી પર મોજુદ છે. તે પોતાના ભક્ત અને સમસ્ત માનવજાતિની રક્ષા અને કલ્યાણ માટે પૃથ્વી પર મોજુદ છે.
હનુમાનજીના વિશે કહેવામાં આવે છે કે તે પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. હનુમાનજીની કૃપાથી કોઈપણ વ્યક્તિ કોઈનાથી ડરતી નથી. જો કોઈના ઉપર તેનો આશીર્વાદ હોય તો કોઈ ખરાબ આત્મા અહી સુધી કે મૃત્યુ પણ મનુષ્ય થી દુર રહે છે. મૃત્યુથી બચવું છે તો તેના માટે તમને આજે અમે એવા રક્ષાકવચ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમાં સ્વયં હનુમાનજીનો વાસ હોય છે.આ રક્ષાકવચ માં સાક્ષાત હનુમાનજી વાસ કરે છે અને એની આરાધના કરવાથી તમારા બધા કષ્ટો દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.