ગુજરાતમાં આવેલ વડોદરાના સાવલીના લાંછનપુરા ગામે મહી નદીમાં મિત્ર સાથે આવેલા 18 વર્ષીય વડોદરાના યુવકનું ડૂબી જતાં મોત થયું હતું.સાવલી લાંછનપુરામાં 30મીની સાંજે યશવંત પારસિંગ ડામોર અને તેનો મિત્ર સ્ટીવન સિમોન ખ્રિસ્તી રવિવારે બપોરે બાઇક લઇને સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા.
પિકનીક સ્પોટ મનાતા લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં બંને મિત્રો ન્હાવા પડ્યા હતા. જેમાં યશવંત ડામોર ઊંડા પાણીમાં ગરક થઇ જતા અને તણાવા લાગતા સ્ટીઓન ગભરાઇને નદી કિનારે આવી ગયો હતો. જોતજોતામાં સ્ટીઓનની નજર સામે યશવંત મહીસાગર નદીના વહેતા પાણીમાં લાપતા થઇ ગયો હતો.
નાહતી વેળા બંને તણાયા હતા, જેમાં યશવંત ગુમ થયો હતો,જ્યારે સ્ટીવન બચી ગયો હતો.સોમવારે સવારે ફાયરબ્રિગેડના તરવૈયાએ મૃતદેહ શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ધો. 10માં અભ્યાસ કરતો સ્ટીવન પણ યશવંત સાથે તણાયો હતો. તપાસ અધિકારી મુજબ તરફડિયા મારતી વખતે તેના હાથમાં પથ્થરની આથણી આવી જતાં બચાવ થયો હતો.
મહી નદીમાં ડૂબી જનાર યશવંત ડામોર જય અંબે સ્કૂલ હરણી ખાતે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેઓ કુલ ત્રણ ભાઈ-બહેન છે. જ્યારે તેના પિતા પારસીંગ ડામોર અટલાદરા ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે. આ સ્થળ જોખમી હોવાથી પંચાયત દ્વારા ઠરાવ કરાવી પોલીસ પોઇન્ટ પણ મૂકાયા છે છતાં લોકો નાહવા જાય છે. માસ્ક સહિત એક દિવસમાં 68 હજાર જેટલો દંડ 3 દિવસ પહેલાં કરવામાં આવ્યો છે તેમ છતાં લોકો બંધ થતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.